Top Newsનેશનલ

દિલ્હી સહિત અનેક એરપોર્ટ પર હવાઈ સેવાને અસર થવાની શક્યતા, જાણો કારણ…

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં વધતી ઠંડી અને ધુમ્મસના લીધે હવાઇ સેવા પણ પણ અસર જોવા મળી રહી છે. જેમાં દિલ્હી, પટના સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર ઓછી વિઝિબીલીટીના લીધે ફ્લાઇટ્સના ટેક-ઓફ અને લેન્ડિંગમાં વિલંબ થવાની સંભાવના છે. જેમાં સ્પાઈસ જેટ સહિત અનેક એરલાઈન્સ દ્વારા પ્રવાસીઓ એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ સમય પૂર્વે એરપોર્ટ પહોંચવા સલાહ આપી છે.

સ્પાઈસ જેટે પણ મુસાફરોને ફ્લાઇટ્સ અપડેટ જોવા જણાવ્યું

દિલ્હી એરપોર્ટે પણ મુસાફરોને આ અંગે માહિતી આપી છે. જો આજે તમારી ફ્લાઇટ છે, તો તમારે તમારી ફ્લાઇટ સ્ટેટસના આધારે ઘરેથી એરપોર્ટ જવા માટે નીકળવું જોઈએ. આ ઉપરાંત સ્પાઈસ જેટે પણ એક્સ પર જણાવ્યું છે કે, ખરાબ હવામાન અને ઓછી વિઝિબીલીટીના કારણે, દિલ્હી, અમૃતસર, અયોધ્યા, ગોરખપુર, વારાણસી, દરભંગા, પટના, બાગડોગરા એરપોર્ટ પર હવાઈ સેવાને અસર થઈ શકે છે. તેમજ આ એરપોર્ટથી ઉપડતી અને આવતી અનેક ફ્લાઇટ્સ મોડી અથવા ડાયવર્ટ થવાની સંભાવના છે. તેથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમની મુસાફરી પહેલાં અને દરમિયાન એરલાઇનની સત્તાવાર વેબસાઇટ દ્વારા નિયમિતપણે તેમની ફ્લાઇટ્સની અપડેટ મેળવતા રહે.

સ્પાઇસ જેટની 100 વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના

આ ઉપરાંત સ્પાઇસ જેટ દ્વારા શિયાળામાં પેસેન્જરોના ઘસારાને પહોંચી વળવા માટે દરરોજ 100 વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના છે. એરલાઇને જણાવ્યું હતું કે તે શિયાળામાં મુખ્ય રૂટ પર વધેલી માંગને પહોંચી વળવા માટે તેની ફ્લાઇટ સેવાઓનો વિસ્તાર કરવા માટે કાર્યરત છે.

જયારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે મુસાફરોને ચેતવણી આપતો સંદેશ પણ આપ્યો હતો. જેમાં કહ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ કામગીરી હાલમાં CAT III શરતો હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થઈ શકે છે. તેમજ મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે તમામ સંબંધિત એજન્સીઓ સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો…એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં સર્જાઈ ગંભીર ખામી! મુંબઈ જતી ફ્લાઈટ દિલ્હી પરત ફરી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button