Air India 100 એરક્રાફ્ટને અપગ્રેડ કરશે, કંપનીએ જણાવ્યું સારી સ્થિતિમાં એરલાઇન

નવી દિલ્હી: ટાટા ગ્રૂપની એરલાઇન એર ઇન્ડિયાએ (Air India) કહ્યું છે કે તે તેના 100 થી વધુ એરક્રાફ્ટમાં સુધારો કરશે. આ એરક્રાફ્ટને (Aircraft) 40 મોટા કદના એરક્રાફ્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કંપનીના વડા કેમ્પબેલ વિલ્સને બુધવારે જણાવ્યું હતું કે તેણે વિમાનોને અપગ્રેડ કરવા 25,000 એરક્રાફ્ટ સીટો માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. વિલ્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે એર ઇન્ડિયામાં પરિવર્તનના ભાગરૂપે ઘણી બધી બાબતો ચાલી રહી છે. બિઝનેશમાં વૃદ્ધિ, ઑપ્ટિમાઇઝેશન અને ગ્રાહક અનુભવ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
એરક્રાફ્ટને રિફર્બિશિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
ટાટા ગ્રૂપ તેના ઉડ્ડયન વ્યવસાયને મજબૂત કરવા માટે AIS કનેક્ટને એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે અને વિસ્તારાને એર ઇન્ડિયા સાથે મર્જ કરી રહ્યું છે. એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરે ‘CAPA ઈન્ડિયા એવિએશન સમિટ’માં જણાવ્યું હતું કે, જૂથ સંપૂર્ણ રીતે ગ્રાહકોને સુવિધા આપવા માટે સજ્જ છે. હાલ તે સારી સ્થિતિમાં છે. એરલાઇન ઉદ્યોગના ખર્ચ અંગે વિલ્સને જણાવ્યું હતું કે એકંદર ફુગાવાની સરખામણીમાં હવાઈ ભાડા ઓછા રહ્યા છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે
ટાટા ગ્રુપની એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ નવા નાણાકીય વર્ષમાં 40 ટકા વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. એરલાઇન સ્થાનિક રૂટ પર તેની હાજરીને મજબૂત બનાવવાની યોજના ધરાવે છે. આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના નેટવર્કમાં થોડો વધારો જોવા મળી શકે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે 69 એરક્રાફ્ટ છે અને તે દરરોજ લગભગ 350 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એર ઈન્ડિયા ઘણા રૂટ પર નવી ફ્લાઈટ્સ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.