ઇન્ટરનેશનલનેશનલ

ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપ્યા બાદ એર ઈન્ડિયાએ પોતાનો રૂટ બદલ્યો

મિડલ ઈસ્ટના દેશોમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ઉભો થયો છે, જેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર ભારતીય હવાઈ મુસાફરી પર પણ થવા લાગી છે. ઇરાને ઇઝરાયેલ પર જવાબી હુમલાની ચેતવણી આપ્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધતાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સે આજે ઇરાની એરસ્પેસ પરથી ઉડ્ડયન કરવાનું ટાળ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સે ઈરાની એરસ્પેસ ટાળવા માટે લાંબો રૂટ લીધો હતો. ભારત, ફ્રાન્સ અને રશિયા સહિતના દેશોએ તેમના નાગરિકોને આ પ્રદેશમાં મુસાફરી કરવા સામે ચેતવણી આપી છે

ઇઝરાયલ-ગાઝા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં બે સેનાપતિઓ સહિત સાત લોકો માર્યા ગયા બાદ મધ્ય પૂર્વના બે દેશો વચ્ચેનું ‘શેડો વોર’ ગરમાયું હતું. હવે ઇરાને પણ તેમાં ઝુકાવ્યું છે.

ALSO READ : મુંબઈ એરપોર્ટ પર બનેલી આ ઘટનાને કારણે, DGCAએ Air Indiaને ₹30 લાખનો દંડ ફટકાર્યો

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ આ સપ્તાહની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે ઈઝરાયલને “સજા થવી જ જોઈએ અને તેને સજા કરવામાં આવશે જ.” તેમના એક સલાહકારે કહ્યું હતું કે ઇઝરાયલી દૂતાવાસ “હવે સુરક્ષિત નથી”. ઇઝરાયલી સૈન્યએ કહ્યું હતું કે તેણે નાગરિકોને નવી સૂચનાઓ જારી કરી નથી, પરંતુ તેના દળો કોઇ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. ભારત, ફ્રાન્સ અને રશિયા સહિતના દેશોએ તેમના નાગરિકોને આ પ્રદેશમાં મુસાફરી કરવા સામે ચેતવણી આપી છે.


અમેરિકન અને અનય ગુપ્તચર એજન્સીઓએ ઇરાન તરફથી ઇઝરાયલ પર જવાબી કાર્યવાહીનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે ઇરાન દ્વારા ઇઝરાયલ પર રવિવાર સુધીમાં હુમલો કરવામાં આવી શકે છે.
આ પહેલા શુક્રવારે ભારતે તેના નાગરિકોને ઇરાન અને ઇઝરાયલની યાત્રા ન કરવા કહ્યું હતું. એમ પણ જાણવા મળ્યું છે કે હવે ભારતીયોને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરવા માટે ઇઝરાયલ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ મહિનામાં 64 ભારતીય કામદારોનો પ્રથમ બેચ ઇઝરાયલ જવા રવાના થયો હતો અને આગામી સમયમાં બીજા 6,000 ભારતીય કામદારો ઇઝરાયલ જવાના હતા. વિદેશ મંત્રાલયે ઇરાન અને ઇઝરાયલમાં રહેતા ભારતીયોને તેમની સુરક્ષાને લઇને અત્યંત સાવધ રહેવા અને ઓછામાં ઓછી હિલચાલ કરવાની સલાહ આપી છે. ભારતીયોને આગામી સૂચના સુધી ઇરાન અને ઇઝરાયલની મુસાફરી નહીં કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button