અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ પર વિદેશી મીડિયાના ખોટા કવરેજ મુદ્દે ઉડ્ડયન મંત્રી નારાજ...
નેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ પર વિદેશી મીડિયાના ખોટા કવરેજ મુદ્દે ઉડ્ડયન મંત્રી નારાજ…

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશના અહેવાલ બાદ અનેક સવાલો ઉભા થયા છે. જેમાં એરક્રાફ્ટ એકસીડેન્ટ ઈનવેસ્ટીગેશન બ્યુરો(એએઆઈબી)એ આ ક્રેશનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. ત્યારે આ અહેવાલને વિદેશી મીડિયા દ્વારા ખોટી રીતે રજુ કરવા મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ નારાજ
થયા છે. તેમણે જણાવ્યું કે એએઆઈબી સંપૂર્ણ જવાબદારી અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કાર્ય કરે છે.

બ્લેક બોક્સને ભારતમાં જ ડીકોડ કરીને ઉત્કૃષ્ટ કામ કર્યું
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે પશ્ચિમી મીડિયા દ્વારા એએઆઈબીના અહેવાલને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યો છે. તેમજ અફવા ફેલાવતી અને સત્યતા વિનાના સમાચાર ના છાપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે
અમને એએઆઈબી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે બ્લેક બોક્સને ભારતમાં જ ડીકોડ કરીને ઉત્કૃષ્ટ કામ કર્યું છે. આ ઉપરાંત જ્યાં સુધી અંતિમ અહેવાલ ના આવે ત્યાં સુધી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.

પ્લેન ક્રેશના પીડિત પરિવારોની લાગણીઓને પણ ઠેસ
ઉલ્લેખનીય છે કે, હાલમાં જે કેટલાક વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિમાન ઉડાન ભર્યાના થોડા સમય બાદ પાયલોટે ભૂલથી ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો બંધ કરી દીધી હતી. જયારે એએઆઈબી આ પ્રકારના અહેવાલનો વિરોધ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે આ માહિતી અધૂરી અને સત્યતા વિનાની છે. એએઆઈબી એ એક સત્તાવાર પત્રમાં જણાવ્યું હતું કે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો કોઈપણ તપાસ વિના તથ્યોને વિકૃત કરી રહ્યા છે. આ બેજવાબદારી પૂર્ણ અહેવાલ છે અને જે પ્લેન ક્રેશના પીડિત પરિવારોની લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button