નેશનલ

દારૂ પીને ફ્લાઇટનું સંચાલન કરનાર એર ઇન્ડિયાનો પાઇલટ સસ્પેન્ડ

દારૂ પીને વિદેશથી ભારત આવતી ફ્લાઈટ સંચાલન ને એર ઇન્ડિયા કંપની માંથી બહાર નો રસ્તો બતાવી દીધો છે આ પ્લેન ભારતમાં લેન્ડ થયા બાદ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં પાયલટના દારૂ પીધા હોવાની પુષ્ટિ થઈ હતી ટાટા ગ્રુપની એરલાઇનને એફઆઇઆર પણ દાખલ કરી છે. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. આ ફ્લાઈટ થાઇલેન્ડના ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી.

આ ઘટના અંગે માહિતી આપતા એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂના પ્રભાવ હેઠળ ફ્લાઇટ ઉડાવવી એ ગુનાહિત કૃત્ય છે. અમે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)ને આ ઘટનાની જાણ કરી છે. અમે આ ગુનાહિત કૃત્ય કરનાર પાયલટને નોકરીમાંથી પાણીચુ પણ આપી દીધું છે.

નોંધનીય છે કે ભારતમાં ફ્લાઇટમાં આલ્કોહોલ પીરસવામાં આવતો નથી. વિદેશથી ભારત આવતી ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ લેન્ડ થયા બાદ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.

2023ના પ્રથમ છ મહિનામાં 33 પાયલટ અને 97 ક્રૂ મેમ્બર તેમના બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા. પ્રથમ વખત ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તેમનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. જો તે જ વ્યક્તિ બીજી વાર આવું કરે છે તો તેનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને જો તે વ્યક્તિ ત્રીજી વાર પણ આલ્કોલનું સેવન કરતા પકડાય તો તેનું લાઇસન્સ રદ કરી દેવામાં આવે છે.

વિમાનમાં પ્રવાસ કરનારા યાત્રીઓની સુરક્ષા પાયલટ અને ક્રૂ મેમ્બર પર નિર્ભર હોય છે. એવા સમયે પાયલટ આલ્કોહોલના નશામાં વિમાનનું ઉડ્ડયન કરે તો તે યાત્રીઓ માટે ગંભીર ખતરો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત