નેશનલ

એર ઈન્ડિયાના પાઈલટનું એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી મોત, જાણો કિસ્સો?

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસના એક પાઈલટનું દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ પછી મોત થયું હતું. દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા પછી તરત જ એર ઈન્ડિયા એક્સપ્રેસના 35 વર્ષીય પાઇલટનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફ્લાઈટે શ્રીનગરથી ઉડાન ભરી હતી અને દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ પાઇલટની તબિયત લથડી હતી. તબિયત લથડી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરે પાઇલટનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

પાઈલટના પરિવારને શક્ય એટલી સહાય પૂરી પાડશે

પાઇલટના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે, ત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમારા એક મૂલ્યવાન સાથીદાર પાઇલટનું સ્વાસ્થ્યના કારણોસર મોત થયું તેના કારણે અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે તેમના પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. આ સાથે સાથે પ્રવક્તાએ એવું ગોપનીયતાનો આદર કરવા અને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે. આ ઘટનાની વિગતવાર માહિતી હજુ સુધી પ્રકાશમાં આવી નથી, પરંતુ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: “આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી

આરામના કલાકોના સુધારો માટે કોર્ટનો નિર્દેશ

ફેબ્રુઆરીમાં દિલ્હી હાઈ કોર્ટે DGCAએ પહેલી જુલાઈથી બધા પાઇલટ્સ માટે ડ્યુટી અને આરામના કલાકોના સુધારેલા ધોરણો લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR) ના 22 સુધારેલા કલમોમાંથી 15 1 જુલાઈ, 2025થી અને બાકીના 1 નવેમ્બર સુધીમાં લાગુ કરવામાં આવશે તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પાઇલટનો થાક ઘટાડવા અને ફ્લાઇટ સલામતી વધારવાના ઉદ્દેશ્યથી નાગરિક ઉડ્ડયન આવશ્યકતા અથવા CAR સુધારા લાવવામાં આવ્યા હતો.

CAR સંશોધન દ્વારા કેવા બદલાવ કરવામાં આવ્યાં?

સુધારાની વાત કરવામાં આવે તો 1) પાઇલટ્સનો સાપ્તાહિક આરામ 36 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવ્યો છે. આમાં બે સ્થાનિક રાત્રિ (રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી 8 કલાક)નો સમાવેશ થશે, 02) રાત્રિની ફરજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પહેલા મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યા સુધી હતું, પરંતુ હવે તે મધ્યરાત્રિથી સવારે 6 વાગ્યા સુધી બદલી નાખવામાં આવ્યું છે, 03) પાઇલટ્સને સતત 2 રાતથી વધુ ડ્યુટી માટે દબાણ કરી શકાશે નહીં, 04) લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે પાઇલટ્સને ઓછામાં ઓછા 120 કલાકનો આરામ આપવામાં આવશે, અને જો સળંગ 2 રાત્રિની ડ્યુટી હશે તો આરામમાં કલાક વધારીને 144 કલાક કરવામાં આવશે, 05) એરલાઇન્સે દર ક્વાર્ટરમાં પાઇલટ્સ પાસેથી મળેલા થાકના અહેવાલો અને તેમના પર લેવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ ડીજીસીએને આપવાનો રહેશે અને 06) એરલાઇન્સે ક્રૂ રોસ્ટર પહેલેથી પ્રકાશિત કરવાના રહેશે, જેથી પાઇલટ્સ તેમના અન્ય કામો મોટા આયોજન કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button