નવી દિલ્હીઃ ફ્લાઈટ્સમાં વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર પ્લેનમાં અભદ્ર વર્તનનો મામલો સામે આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટના ક્રૂ મેમ્બરો પ્રત્યે કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે.
ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફર દ્વારા દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. પેસેન્જર પર આરોપ છે કે તેણે માત્ર વાંધાજનક ભાષા અને શબ્દોનો જ નહીં પરંતુ મહિલા ક્રૂ મેમ્બરો પ્રત્યે સંપૂર્ણપણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
ઇકોનોમી ક્લાસ કેબિનમાં કામ કરતા એક ક્રૂ મેમ્બરે જણાવ્યું હતું કે આરોપી શરૂઆતમાં સીટ નંબર 21બી પર બેઠો હતો અને બાદમાં સીટ ચેન્જ કરીને 45એચ પર ગયો હતો. તેણે પ્લેનમાં સવાર અન્ય લોકો સાથે ગેરવર્ત અને અભદ્ર ટિપ્પણી કરવા માંડી હતી.
તેને કેબિન સુપરવાઇઝર દ્વારા પહેલા મૌખિક અને બાદમાં લેખિત ચેતવણી પણ આપવામાં આવી હતી. તેણે ફ્લાઇટની મહિલા ક્રૂ મેમેબર સાથે ગેરવર્તાવ કર્યો હતો. સ્થિતિ બગડતી જોઈને જ્યારે ક્રૂ મેમ્બર્સે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તો તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
આ સ્થિતિ જોઈ નજીકમાં હાજર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેનું વર્તન વધુ ને વધુ આક્રમક થતું ગયું હતું. ક્રૂએ આરોપ લગાવ્યો હતો કે તેની ભાષા દર્શાવતી હતી કે તેને દેશ માટે કોઈ સન્માન નથી.
આરોપી મુસાફર અભિનવ શર્મા, નિવાસી, વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 509 (શબ્દ, હાવભાવ અથવા અભિવ્યક્તિ સ્ત્રીની ગરિમાનું અપમાન કરવાના હેતુ) અને એરક્રાફ્ટ નિયમોની કલમ 22 અને 23 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો
Discover the unique architectural and cultural themes of all 12 stations along the Mumbai-Ahmedabad Bullet Train route.