ફ્લાઇટ ડીલે, ACના ઠેકાણા નહિ – આમ કઈ રીતે ચાલશે એવિએશન ઇન્ડસ્ટ્રી ?
નવી દિલ્હી : દિલ્હીથી (Delhi) સેન ફ્રાન્સિસ્કો (San Francisco) જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ 30 મેના રોજ બપોરે 3:20 કલાકે દિલ્હીથી ટેકઓફ થવાની હતી.પરંતુ હવે આ ફ્લાઇટ આજે 31 મેના રોજ સવારે 11 વાગ્યે ઉપડવાની છે.
આ દરમિયાન મુસાફરોને 8 કલાક સુધી AC વગર જ વિમાનની અંદર રાહ જોવાની ફરજ પાડવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક લોકો ગરમીના કારણે બેભાન થઈ ગઈ હતા. આ બાદ લોકોને ફ્લાઇટમથી ઉતારી લેવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી કયા કારણે ફ્લાઇટ મોડી થઈ તે બાબતને લઈને એર ઇન્ડિયાએ એક શબ્દ ઉચ્ચાર્યો નથી.
પત્રકાર શ્વેતા પુંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘ફ્લાઇટ નંબર AI 183 આઠ કલાક મોડી પડી હતી અને બોર્ડિંગ કરાવ્યા બાદ લોકોને એસી વિના જ ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. જો કે, અમુક લોકો બેભાન થઈ જતાં બધા યાત્રીઓને ફ્લાઇટથી ઉતારી દેવામાં આવ્યા હતા.’
શ્વેતાએ તેની પોસ્ટમાં નાગરિક ઊડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને કહ્યું હતું કે, “ખાનગીકરણ જો કોઈ વાત નિષ્ફળ રહી હોય તો તે એર ઈન્ડિયા છે. એઆઈ 183 ફ્લાઇટ આઠ કલાક મોડી થઈ અને મુસાફરોને એસી વિના જ વિમાનમાં ચઢવા મજબૂર કરવામાં આવ્યા અને ફ્લાઇટમાં મૂક લોકો બેભાન થયા બાદ લોકોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. આ અમાનવીય છે.”
એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, “શ્વેતા પૂંજ, મુશ્કેલીઓ જોઈને અમને ખરેખર ખેદ છે. કૃપા કરીને આશ્વસ્ત રહો કે અમારી ટીમ વિલંબને દૂર કરવામાં સક્રિય રૂપથી કામગીરી કરી રહી છે.”
Also Read –