નેશનલ

તમિલનાડુના ત્રિચી એરપોર્ટથી દુબઈ જતી એર ઇન્ડિયાની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

ત્રિચી : તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પરથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. આ અંગે મળતા અહેવાલો અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ત્રિચી એરપોર્ટથી દુબઈ જઈ રહી હતી. ત્યારે ટેકનીકલ ખામી સર્જાતા બે કલાકની ઉડાન બાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ફલાઈટમાં 160 મુસાફરો હતા

આ અંગે મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ત્રિચી એરપોર્ટથી બપોરે 12:45 વાગ્યે ઉપડવાની હતી. જોકે, ફ્લાઇટ મોડી ઉપડી હતી અને ફ્લાઈટ 1:55 વાગ્યે ઉપડી હતી. ફલાઈટમાં 160 મુસાફરો હતા. તેમજ ટેકઓફ કર્યા પછી તરત જ ક્રૂને ટેકનિકલ સમસ્યાનો ખ્યાલ આવ્યો હતો. જેણે સલામતીના નિયમોને કારણે વિમાનને તાત્કાલિક લેન્ડ કરી શકાયું ન હતું, તેથી તે લગભગ બે કલાક સુધી ત્રિચી અને પુડુકોટ્ટાઈ ઉપર ઉડતું રહ્યું હતું.

આ પણ વાંચો: કેનેડાથી દિલ્હી આવતી ફ્લાઈટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ…

ત્રિચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

આ દરમિયાન દુબઈ એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોના સંબંધીઓને ઓનલાઈન ફ્લાઇટ ટ્રેકિંગ એપ્સ દ્વારા ખબર પડી કે વિમાન આગળ વધ્યું નથી. પરંતુ ત્રિચી ઉપર ચક્કર લગાવી રહ્યું છે. આનાથી તેમની ચિંતા વધી ગઈ. જોકે, બે કલાક બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બપોરે લગભગ 3:53 વાગ્યે વિમાનનું ત્રિચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન બોઇંગ 738 હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે એરલાઇન મુસાફરોને દુબઈ લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button