દુબઈથી અમૃતસર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને શનિવારે મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના એક મુસાફરને અચાનક તબીબી સમસ્યા ઉભી થઇ હતી અને ક્રૂએ પ્લેનને કરાચી તરફ વાળવાનું પસંદ કર્યું હતું, કારણ કે તે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનું સૌથી નજીકનું સ્થળ હતું.
એરલાઇનના પ્રવક્તાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એરલાઈને એરપોર્ટ અને સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો અને પેસેન્જરને લેન્ડિંગ પછી તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.” કરાચીમાં એરપોર્ટના ડૉક્ટરે જરૂરી દવા આપી અને મેડિકલ એસેસમેન્ટ પછી એરપોર્ટ મેડિકલ ટીમે પ્લેનને ટેકઓફ માટે ક્લિયર કરી દીધું હતું.
એક નિવેદન અનુસાર, પ્લેન દુબઈથી સ્થાનિક સમય અનુસાર સવારે 8:51 વાગ્યે રવાના થયું હતું અને સ્થાનિક સમય અનુસાર બપોરે 12:30 વાગ્યે કરાચીમાં લેન્ડ થયું હતું. ફ્લાઇટ બપોરે 2.30 વાગ્યે (કરાચી સમય) અમૃતસર માટે રવાના થઈ હતી.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે કરાચી એરપોર્ટના સત્તાવાળાઓને તેમના તાત્કાલિક પ્રતિસાદ અને સહાય માટે આભાર વ્યક્ત કરીએ છીએ.”
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ