આ કારણે બેંગલોરથી સાનફ્રાન્સિસ્કો જઈ રહેલી ફલાઇટ નવ કલાક મોડી પડી…
નવી દિલ્હીઃ અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આ જ કારણસર ફલાઇટને અલાસ્કા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.
એર ઇન્ડિયાની આ ફ્લાઈટે બેંગલુરુથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જવા માટે ટેક ઓફ કર્યું હતું. પરંતુ ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળતાં ફ્લાઈટને તરત અમેરિકાના અલાસ્કાના એક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 280થી વધુ મુસાફરો સવાર હોવાની માહિતી એરલાઈન્સ કંપનીના એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતાં એવું જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને દુર કરવામાં આવ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ નં.AI175ને તેના ગંતવ્ય સ્થાને રવાના કરાઈ છે અને તે સાન ફ્રાન્સિકો પહોંચી ગઈ છે.
અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, વિમાનમાં 280થી વધુ પ્રવાસીઓ સવાર હતા. ફ્લાઈટમાં ખામી સર્જાવાના કારણસર ફ્લાઈટ આશરે 4 કલાક જેટલી મોડી પડી હતી. સામાન્યપણે રીતે બેંગલોરથી સાનફ્રાન્સિકો જતી ફ્લાઈટને લગભગ 16 કલાક જેટલો સમય લાગે છે.
એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલા એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવના કારણે તેનું તુરંત અલાસ્કાના એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, તમામ મુસાફરો સુરક્ષીત છે અને ટેકનિકલ ખામી દુર કરાયા બાદ ફ્લાઈટ તેના ગંતવ્ય સ્થળ સાન ફ્રાન્સિસ્કો માટે રવાના થઈ ગયું છે, જ્યાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ ફ્લાઈટ મોડી પડતા પ્રવાસીઓને પડેલી અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.