એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં, જાણો વિગત | મુંબઈ સમાચાર

એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં, જાણો વિગત

અમદાવાદઃ એર ઈન્ડિયા વધુ એક વખત વિવાદમાં આવ્યું હતું. એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં હતા. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2716 રદ થવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. હતો. આ ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી જવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને રદ કરવામાં આવી, જેના લીધે મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.

આ ઘટનાને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી. એક મહિલા મુસાફરના પિતાનું અવસાન થતાં તેઓ પોતાના બાળકો સાથે તેમના અંતિમ દર્શન માટે જઈ રહ્યા હતા. ફ્લાઇટ રદ થતાં તેમણે રડતાં રડતાં પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, “આ વિલંબને કારણે હું મારા પિતાના અંતિમ દર્શન કરી શકીશ કે કેમ, તેની મને ચિંતા થઈ રહી છે. એક અન્ય મુસાફરે તો એમ પણ કહ્યું કે, “અમે જીવના જોખમે વિમાનમાં જવાના છીએ

આ પણ વાંચો: એર ઈન્ડિયા ટિકિટના ભાવ અડધા થયા છતાં ફ્લાઈટ રહે છે ખાલી! પણ કેમ?

શરૂઆતમાં એર ઇન્ડિયા દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું હતું કે ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે અને નવી ફ્લાઇટ બપોરે ૩:૩૦ વાગ્યે ઉપડશે. પરંતુ, થોડા સમય બાદ ફરીથી જાહેરાત કરવામાં આવી કે એ જ ફ્લાઇટ સાંજે ૬:૦૦ વાગ્યે રિ-શેડ્યુલ કરવામાં આવી છે. આ વારંવાર બદલાતા સમયથી મુસાફરોમાં ગૂંચવણ અને ગુસ્સો વધી ગયો હતો. જે મહિલાના પિતાનું અવસાન થયું તેમણે રડતા અવાજે કહ્યું કે, એર ઇન્ડિયા કહી રહી છે કે ઉપરથી લેટર આવતા જ ફ્લાઇટ ઉપડશે. સાંજે અંતિમ સંસ્કાર થવાનો છે અને મારે તાત્કાલિક પહોંચવું છે.

આ ફ્લાઇટના અન્ય એક પેસેન્જરે જણાવ્યું કે, અમારી ફ્લાઇટ બપોરે 1:10 વાગ્યે ટેક ઓફ થવાની હતી. ટેક ઓફ થવાના થોડા સમય પહેલા જ વિમાનમાં એસી બંધ થઈ ગયું હતું. ત્યારબાદ અડધો કલાક પછી અમને જણાવવામાં આવ્યું કે એન્જિનિયરોએ ખૂબ પ્રયત્નો કર્યા છતાં વિમાનનો પંખો ચાલુ થઈ રહ્યો નથી, તેથી મુંબઈથી પાર્ટ્સ મંગાવવા પડશે. એટલે અમારી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી અને અમને 3:30 વાગ્યાની બીજી ફ્લાઈટ રિ-શેડ્યુલ કરવામાં આવી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button