નેશનલમહારાષ્ટ્ર

વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું સુખોઈ Su-30 MKI ફાઈટર જેટ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિશાદ તાલુકાના શિરસગાંવમાં ક્રેશ થયું છે. આ જેટને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને ઓવરહોલિંગ અને રિનોવેશન માટે મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી તે ટ્રેનિંગ ફ્લાઇટ માટે હવામાં હતું. વિમાનના બંને પાયલટ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને તેઓ સુરક્ષિત છે, એવી સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી હતી, નાસિક રેન્જના વિશેષ મહાનિરીક્ષક ડીઆર કરાલેએ જણાવ્યું હતું કે સુખોઈ Su-30MKI વિમાનના પાયલટ અને સહ-પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. વિમાન શિરસગાંવ ગામ પાસે એક ખેતરમાં પડ્યું હતું. એચએએલ અને ભારતીય વાયુસેના દ્વારા અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Sukhoi-30 MKI એ રશિયન મૂળનું ટ્વીન-સીટર ટ્વીન એન્જિન મલ્ટીરોલ ફાઇટર જેટ છે. તે 8,000 કિલોના બાહ્ય શસ્ત્ર સાથે એક x 30 mm GSh બંદૂક લઈ જવા સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે 260 થી વધુ સુખોઈ-30 MKI છે. તે કોઈપણ પ્રકારના હથિયારથી સજ્જ થઈ શકે છે. આ વિમાનોને વર્ષ 2002માં વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા.

સુખોઈ-30 હવાથી જમીન અને હવાથી હવામાં વારાફરતી લક્ષ્યો પર હુમલો કરી શકે છે. આ એરક્રાફ્ટ સૌથી શક્તિશાળી ફાઈટર પ્લેનમાંથી એક છે. સુખોઈ-30 MKI 3,000 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે. તે ઝડપી અને ધીમી ગતિએ હવામાં એક્રોબેટિક્સ કરીને દુશ્મનોને છેતરીને હુમલો કરી શકે છે. Su-30MKI એ રશિયાના Su-27નું એડવાન્સ વર્ઝન છે. એરફોર્સ પાસે 272 Su-30MKI છે. આ જેટ ગ્રીજેવ-શિપુનોવ ઓટોકેનનથી સજ્જ છે. જે એક મિનિટમાં 150 રાઉન્ડ ફાયર કરે છે.

તેમાં 12 હાર્ડ પોઈન્ટ છે. તેમાં 4 પ્રકારના રોકેટ લગાવી શકાય છે. ચાર પ્રકારની મિસાઈલ અને 10 પ્રકારના બોમ્બ તૈનાત કરી શકાય છે. અથવા તમે આનું મિશ્રણ લગાવી શકો છો. આ ફાઈટર જેટમાં હાર્ડપોઈન્ટ પર હથિયારો ફાયર કરવા માટે વધુ સુવિધાઓ છે. જો એકથી વધુ રેક લગાવવામાં આવે તો તેમાં 14 હથિયારો લગાવી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button