નેશનલસ્પેશિયલ ફિચર્સ

વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલી મહિલા પાઈલટ બની…

ભારતીય વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે ઈતિહાસ રચી દીધો છે, ચાલો જાણીએ કઈ રીતે. વાત જાણે એમ છે કે તેઓ સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનાર પહેલાં ભારતીય મહિલા ફાઈટર પાઈલટ બની ગયા છે. મોહના સિંહ એલસીએ તેજસનું સંચાલન કરનારા 18 ફ્લાઈંગ બુલેટ્સ સ્ક્વોડ્રનમાં સામેલ થઈ ગયા છે. આશરે 8 વર્ષ પહેલાં તેઓ ફાઈટર સ્ક્વોડ્રનમાં સામેલ થનારા પહેલાં ભારતીય મહિલા ફાઈટર પાઈલટ બન્યા હતા. મોહના સિંહ સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ અને અવની ચતુર્વેદી સાથે ભારતીય વાયુ સેનામાં મહિલા પાઈલટની શરૂઆતની ત્રિપુટીનો હિસ્સો રહી ચૂક્યા છે.

વર્તમાન સમયમાં ભાવના કંઠ અને અવની ચતુર્વેદી પશ્ચિમ રેગિસ્તામાં સુખોઈ 30 એમકેઆઈ ફાઈટર ઉડાવી રહ્યા છે જ્યારે મોહના સિંહે હાલમાં જ જોધપુરમાં તરંગ શક્ત અભ્યાસમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે સશસ્ત્ર બળના ત્રણ ઉપ પ્રમુખો સાથે એક તેજસની ઐતિહાસિક ઉડાન ભરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં હાલમાં આશરે 20 મહિલા ફાઈટર પાઈલટ છે.

આ પણ વાંચો :મિગ-૨૧ બાઈસન એકલા ઉડાડનાર પ્રથમ મહિલા લડાકુ પાઈલટ અવની ચતુર્વેદી

અહીંયા તમારી જાણ માટે થોડાક દિવસ પહેલાં જ ઈન્ડિયન એર ફોર્સ, નેવી અને આર્મીના ઉપ પ્રમુખ સાથે જોધપુરમાં યોજાયેલા એક હવાઈ અભ્યાસ દરમિયાન સ્વદેશી હળવા ફાઈટર પ્લેન (એલએસી) તેજસ ઉડાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાયુસેનાના ઉપ પ્રમુખ માર્શલ એ.પી. સિંહ મુખ્ય ફાઈટર પ્લેટ ઉડાવ્યું હતું જ્યારે આર્મીના ઉપ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એમ.એસ. રકાજા સુબ્રમણીએ અને નેવીના ઉપ પ્રમુખ વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને ટુ સીટર ફ્લાઈટમાં ઉડાન ભરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button