આવતીકાલે Jammuને મળશે આ મોટી ભેટઃ આસપાસના વિસ્તારોને પણ મળશે લાભ
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર સાથે દેશના લોકોની સંવેદના જોડાયેલી છે. અખંડ ભારતના આ ભાગનો વિકાસ થાય તેમ દરેક ઈચ્છે છે. આના ભાગરૂપે આવતીકાલે અહીં AIIMSનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉદ્ધાટન થશે, તેવી માહિતી ખુદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવીયાએ આપી હતી.
માંડવીયાએ ટ્વીટ કરી વિશાળ કેમ્પસનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે શીલાન્યાસ 2019માં થયો અને વહે 2024માં ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. અગાઉ AIIMS Jammuના ડિરેક્ટરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા આ હૉસ્પિટલની શરૂઆત થઈ જશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સુવિધા શરૂ થતા જ માત્ર જમ્મુ કાશ્મીર જ નહીં, પરંતુ હિમાચલ પ્રદેશ, પંજાબના અમુક ભાગ, લડાખ વગેરે ક્ષેત્રોમાં પણ આરોગ્યની સુવિધાઓ લોકોને મળશે. અહીંની સરકારી હૉસ્પિટલમાં હાલમાં દરદીઓનો ધસારો જોવા મળે છે. આ સુવિધા શરૂ થશે ત્યારે લગભગ 3000થી 4000 જેટલા દરદી રોજ અહીં સારવાર મેળવી શકશે.