નેશનલ

પાટનગરમાં 34 વર્ષના ડોક્ટરે ભર્યું અંતિમ પગલું, સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે…

નવી દિલ્હીઃ પાટનગરમાં એઈમ્સ હોસ્પિટલના ડોક્ટર પત્ની સાથે વિવાદને લઈ અંતિમ પગલું ભરતા ખળભળાટ મચી ગયો છે. કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરની હત્યાના કિસ્સા પછી દેશમાં તેના પડઘા આકરા પડ્યા છે ત્યારે એકાએક પાટનગરમાં એઈમ્સના ડોક્ટરે અંતિમ પગલું ભરતા હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે તપાસ ચાલુ છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડોક્ટરનો પત્ની સાથે કોઈ બાબતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ડોક્ટરની પત્ની રક્ષાબંધને પોતાની માતાને ઘરે ગઈ છે. પ્રાથમિક દૃષ્ટિએ ડોક્ટરે વધારે પડતી દવાનું સેવન કર્યું હતું, પરંતુ નક્કર કારણ જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળ્યા પછી હકીકત જાણવા મળશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ડોક્ટરે આત્મહત્યા કરી છે, જ્યારે તેમાં સ્યૂસાઈડ નોટ પણ લખી છે, જેમાં જણાવ્યું છે કે હું મારી ઈચ્છાથી આ પગલું ભર્યું છે, જ્યારે એના માટે કોઈને દોષી ઠહેરાવતો નથી. આ અંગે પોલીસે જણાવ્યું છે કે ડોક્ટર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ન્યૂરો સર્જન વિભાગમાં કામ કરતા હતા, જ્યારે નામ રાજ ધોનિયા તરીકે કરવામાં આવ્યું છે. ગૌતમ નગર સ્થિત ઘરમાં એઈમ્સ હોસ્પિટલના ન્યૂરો સર્જનનો મૃતદેહ મળ્યો છે. ડોક્ટરે દવાનો ઓવરડોઝ લેતા મોત થયું છે.

ડોક્ટર રાજની પત્ની ગંગારામમાં એસઆર છે અને માઈક્રોબાયોલોજી વિભાગમાં કામ કરે છે. ડોક્ટરની પત્ની 16 જુલાઈના રાજપુર (ગુજરાત) ગઈ હતી. પતિને કોલ કરી રહી હતી, પરંતુ કોલ નહીં ઊઠાવ્યા પછી સેકન્ડ ફ્લોર પર રહેતી ડોક્ટર આંકાક્ષાને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું ત્યારે ડોક્ટરના મોતના સમાચાર મળ્યા હતા.

આ પણ વાંચો :કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાઈ, અમદાવાદ-સુરતમાં ડોક્ટરોની રેલી

અહીં એ જણાવવાનું કે 15 દિવસ પહેલા યુએસમાં રાજે ટ્રેનિંગ લીધી હતી. સુસાઈડ નોટ પણ મૂકી છે, જેમાં લખ્યું છે મેં મારી ઈચ્છાથી અંતિમ પગલું ભર્યું છે, જ્યારે તેમાં કોઈ દોષી નથી. મહેરબાની કરીને કોઈને પરેશાન કરશો નહીં. મારી ઈચ્છાનું માન રાખજો અને ખુશ રહો.

(આત્મહત્યા એ આખરી ઉપાય નથી. જો તમે અથવા કોઈ પરિચિત વ્યક્તિના મનમાં આત્મહત્યાનો વિચાર આવે તો આ ગંભીર પરિસ્થિતિ છે. તાત્કાલિક ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર સંપર્ક કરો. ટેલિમાનસ હેલ્પલાઈન નંબર 1800914416 પર પણ સંપર્ક કરી શકો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…