અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલમાં પ્રકાશમાં આવી બે પાયલોટ વચ્ચેની આ છેલ્લી વાતચીત

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુલાઈ રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ અહેવાલમાં આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં એન્જિનની ફ્યુઅલ સ્વીચ ‘રન’ થી ‘ કટ’ ઓફ મોડમાં ગઈ હતી. આ 15 પાનાનો અહેવાલ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા શનિવાર ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.
પાઇલટ્સ વચ્ચેની વાતચીત બાબત સ્પષ્ટ થઈ
એએઆઇબીના તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે. કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR)મુજબ, એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યું? આ પ્રશ્નના જવાબમાં, બીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઇંધણ
આવતું બંધ થયું હતું.
પાયલોટે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો
તેથી હાલ 12 જૂન, 2025 ના રોજ થયેલા બોઇંગ ડ્રીમલાઇનર 787-8 અકસ્માતમાં કટઓફનો મામલો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જેમાં લંડન જનારા વિમાનના બંને એન્જિનની સ્વીચ રન થી કટ ઓફ મોડમાં જતી રહી. જે દર્શાવે છે કે પાયલોટે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
બંને પાયલોટ અનુભવી અને મેડીકલી ફીટ હતા
આ પ્લેનના કેપ્ટન સુમિત સભરવાલને 8,200 કલાક ઉડવાનો અનુભવ હતો. તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર પણ હતા, જેમને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને પાયલોટ તબીબી રીતે ફિટ અને પૂરતા અનુભવી હતા.
એક પાયલોટે મે ડે એલર્ટ મોકલ્યું.
વિમાન ટેક ઓફ થયાની થોડીક સેકન્ડ પછી EAFR રેકોર્ડિંગ બંધ થયા પછી તરત જ એક પાયલોટે મે ડે એલર્ટ મોકલ્યું. એર ટ્રાફિક કંટ્રોલે કોલ સાઇન વિશે પૂછપરછ કરી. તેને કોઈ જવાબ મળ્યો નહીં. પરંતુ પછી તેણે એરપોર્ટ સીમાની બહાર મેડીકલ કોલેજની હોસ્ટલ પર વિમાન ક્રેશ થયું હતું. જેમાં કુલ 260 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશના છ મૃતકોના પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે, જાણો વિગતો…