અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું

નવી દિલ્હી : ગુજરાતના અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના પહેલા અહેવાલ બાદ ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા હતા. હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયાના અહેવાલ પર પણ એર ઇન્ડિયાની પ્રતિક્રિયા આવી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. એર ઇન્ડિયાએ શનિવારે X પર એક પોસ્ટ શેર કરી અને તેના દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો.
Air India stands in solidarity with the families and those affected by the AI171 accident. We continue to mourn the loss and are fully committed to providing support during this difficult time.
— Air India (@airindia) July 11, 2025
We acknowledge receipt of the preliminary report released by the Aircraft Accident…
તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરીશું
એએઆઈબી દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલ વિશે એર ઇન્ડિયાએ કહ્યું, “એર ઇન્ડિયા AI171 અકસ્માતથી પ્રભાવિત પરિવારો અને અન્ય લોકો સાથે ઉભી છે. અમે આ નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ અને મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આજે 12 જુલાઈ 2025 ના રોજની દુર્ઘટનાનો એએઆઈબી દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલ વિશે અમને માહિતી મળી છે. અમે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરીશું.
એર ઇન્ડિયા એ પ્રારંભિક અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
એર ઇન્ડિયા એ દુર્ઘટનાના પ્રારંભિક અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. X પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ હજુ પણ ચાલુ છે. આ કારણોસર, અમે વર્તમાન વિગતો પર ટિપ્પણી કરી શકતા નથી. અમે તપાસ સંબંધિત બાબતો એએઆઈબી ને મોકલી રહ્યા છીએ. એર ઇન્ડિયા AI171 અકસ્માતથી પ્રભાવિત પરિવારો અને લોકો સાથે અડગ રીતે ઉભું છે. અમે નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
આપણ વાંચો: કોલકાતામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીએ યુવતી સાથે કરી ક્રૂરતા
અગાઉના પાયલોટ “STAB POS XDCR” ટેકનિકલ સમસ્યાની જાણ કરી હતી
એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન 12 જૂનના રોજ દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને સવારે 11:17 વાગ્યે (IST) ઉતરાણ કર્યું હતું. તે એરપોર્ટ પર બે 34 માં પાર્ક કરવામાં આવ્યું હતું. અગાઉના પાયલોટ “STAB POS XDCR” ટેકનિકલ સમસ્યાની જાણ કરી હતી. એર ઇન્ડિયાના એન્જિનિયરોએ તપાસ કરી અને નિયમો અનુસાર તેને ઠીક કરી હતી. તેની બાદ તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી. જોકે, ટેકઓફ કર્યા પછી થોડી જ સેકન્ડોમાં ક્રેશ થયું.