અમદાવાદ પ્લેન ક્રેશના પ્રારંભિક અહેવાલ બાદ ઉઠ્યા સવાલ, કોણે ફયુલ સ્વીચ કટ ઓફ કરી ?

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના AI-171 પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ફ્યુઅલ સ્વીચની ખામી પ્રકાશમાં આવી છે.
જેમાં ફ્યુઅલ સ્વીચ રનના સ્થાને કટ ઓફ મોડમાં જતી રહી હતી. ત્યારે આ અંગે નિષ્ણાત એર સેફ્ટી એક્સપર્ટ કેપ્ટન અમિત સિંહએ એક મીડિયા સમક્ષ અનેક સવાલ ઉભા કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ અહેવાલમાં એન્જીન ખરેખર ક્યારે બંધ થયું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયાનો સંસદીય સમિતિને જવાબ, ‘ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન’
આ અહેવાલમાં અનેક મૂંઝવણ
તેમના મતે આ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચ કટ ઓફ થઈ હતી. તેમજ ટેક ઓફ પછી તરત જ રેમ ટર્બાઈન પણ સક્રિય થવાનો ઉલ્લેખ છે. જયારે આવી દુર્ઘટનામાં એક સરળ હકીકત આધારિત પ્રારંભિક અહેવાલ પૂરતો હોત છે. પરંતુ આ અહેવાલ શંકા અને મૂંઝવણ
પેદા કરી રહ્યો છે.
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કોણે બંધ કરી ?
જયારે આ અહેવાલ બાદ એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કેપ્ટન સેમ થોમસે જણાવ્યું હતું કે કોકપીટમાં પાયલોટસ વચ્ચે ‘ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કોણે બંધ કરી’ તે અંગે ચર્ચા થઈ તે ખૂબ જ આશ્ચર્યજનક છે.
તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે અકસ્માત પછી ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરે કેમ કામ ન કર્યું. તેમણે જણાવ્યું કે લાયક અને અનુભવી પાયલોટસને નિરીક્ષક તરીકે તપાસમાં સામેલ કરવા જોઈએ. જેથી પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે.
આપણ વાંચો: ‘મુંબઈ લોકલમાં પણ લોકો મરે છે…’: જેટ એરવેઝના ભૂતપૂર્વ CEOએ એર ઇન્ડિયા-બોઇંગનો બચાવ કર્યો…
પાયલોટે ફ્યુલ સ્વીચ કટ ઓફ કરી હતી આ દલીલ ખોટી
જયારે અમદાવાદ પ્લેન ક્રેશના પ્રારંભિક અહેવાલ અંગે બોઇંગના એક સિનિયર કમાન્ડરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બોઇંગે કોઈ ચેતવણી આપી ન હોવાથી પાયલોટે ફ્યુલ સ્વીચ કટ ઓફ કરી હતી આ દલીલ ખોટી છે.
તેમણે કહ્યું કે કંપની દ્વારા ચેતવણીનો અભાવ સિસ્ટમની સલામતીનો પુરાવો નથી. તેમજ ઘણી વખત ગંભીર ડિઝાઇન ખામીઓ અનેક અકસ્માતો થયા પછી જ સ્વીકારવામાં આવે છે. તેમણે વર્ષ 2018 માં બોઇંગ 737 મેક્સ લાયન એર અકસ્માતનું ઉદાહરણ આપતા કહ્યું કે તે સમયે પણ પહેલા પાઇલોટને દોષી ઠેરવવામાં આવ્યા હતા.