અબુ ધાબીઃ યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનની સાથે દ્વિપક્ષીય બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મહત્ત્વની મુલાકાત કરી હતી. ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘અહલાન’ અરબી ભાષાનો શબ્દ છે, જ્યારે તેનો અર્થ સ્વાગત થાય છે.
ભારતીય સમુદાયને પીએમ મોદીએ સંબોધતા કહ્યું હતું કે આ યાદ મારી જિંદગીમાં મારી સાથે હંમેશાં રહેશે. આજે અહીં હું મારા પરિવારના સભ્યોને મળવા આવ્યો છું. સાત સમંદર પારથી તમારા દેશની માટીની ખુશ્બુ લઈને આવ્યું છે. તમારા માટે હું 140 કરોડ દેશવાસીઓનો સંદેશ લઈને આવ્યું છું અને એ સંદેશ છે કે ભારતને તમારા પર ગૌરવ છે અને તમે દેશનું ગૌરવ છે.
વડા પ્રધાન મોદીએ સંબોધન પૂર્વે એક વાક્ય અરબી ભાષામાં બોલ્યા હતા. પીએમ મોદીએ ભારત-યુએઈ વચ્ચેની દોસ્તીના જિંદાબાદના નારાથી શરુઆત થઈ હતી. તેમણે કહ્યું હતું કે આજે અબુ ધાબીમાં એક નવો ઈતિહાસ રચાયો છે. આજે અહીં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છો, પરંતુ બધા દિલથી જોડાયેલા છે. અહીંના ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક લોકોના દિલની ધડકન, દરેક શ્વાસ અને દરેક શ્વાસ કહે છે ભારત-યુએઈ દોસ્તી જિંદાબાદ. પીએમ મોદીએ કહ્યું હતું કે આવો યાદોને એકઠી કરીએ, જે જીવનભર મારી અને તમારી સાથે રહે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને યુએઈ બંને સાથે મળીને આગળ વધ્યા છે, જ્યારે યુએઈ પણ ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત અને યુએઈ બંને દેશ ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ બિઝનેસ ડૂઇંગ મુદ્દે સહકાર આપી રહ્યા છે. દેશની નાણાકીય વ્યવસ્થાના વિસ્તારની સાથે બંને દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં મજબૂત બની રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે હું 2015માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે ત્યારે સત્તામાં પણ નવોનવો આવ્યો હતો. ત્રણ દાયકા પછી ભારતના પીએમની આ પ્રથમ મુલાકાત હતી. એ વખતે દુનિયા મારા માટે નવી હતી. તે સમયે તત્કાલિન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિ શેખ ઝાયદ અને તેમના પાંચ ભાઈએ એરપોર્ટ પર મારું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાતની બે દિવસીય મુલાકાતે છે. અબુ ધાબીમાં ભવ્ય હિંદુ મંદિરમાં સ્વાગત કરશે, જ્યારે તેના પહેલા યુએઈના રાષ્ટ્રપતિની મુલાકાત કરશે. યુએઈમાં મારું જોરદાર સ્વાગત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે હું તમને લોકોને મળવા આવું છું ત્યારે મને લાગે છે જાણે હું મારા પરિવારને મળવા આવ્યો છો. છેલ્લા સાત મહિનામાં પાંચ વખત મળ્યા છીએ, તેનાથી લાગે છે કે આપણા સંબંધો કેટલા નજીક છે.
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?