નેશનલમનોરંજન

અધધધ…તેલગીના રોલ માટે આ અભિનેતાએ આટલું બધું વજન વધાર્યું…

તેલગીની ભૂમિકા ભજવનાર ગગન દેવ રિયારે સ્કેમ 2023માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. ગગનને જોઇને એમ લાગે કે આ પાત્ર તેમના સિવાય બીજું કોઇ ન્યાય આપી ના શકતું. ગગને આ કેરેક્ટર માટે અધધધ કહી શકાય તેટલું વજન વધાર્યું હતું.

મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો ફેમસ થઇ જઇશ. મારી મહેનત રંગ લાવી છે. આ રોલ કર્યા બાદ મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો છે. અત્યારે હું મારી લાઇફને એન્જોય કરી રહ્યો છું બસ આનાથી વધારે મારી પાસે કોઇ શબ્દો નથી. જ્યારે તમને તમારી જરૂરિયાત કરતાં વધુ ખુશી મળે છે, ત્યારે તમે સમજી શકતા નથી કે તેના પર કેવી રીતે પ્રતિક્રિયા આપવી. અને મારી સાથે પણ અત્યારે એજ થઇ રહ્યું છે. મેં ખરેખર ક્યારેય નહોતું વિચાર્યું કે હું લોકોમાં આટલો લોકપ્રિય થઈ જઈશ. મને મારા જ સંવાદો રિપીટ મોડ પર સાંભળવામાં આવે છે.

જ્યારે હંસલ સરે મને કાસ્ટ કર્યો ત્યારે તેમણે પહેલેથી જ સૂચના આપી દીધી હતી કે તમારે તમારું વજન થોડું વધારવું પડશે. અને મેં ત્રણ મહિનામાં લગભગ 11 કિલો વજન વધાર્યું હતું. પછી વજન વધ્યા પછી હું તેને મળવા ગયો, જ્યાં સિરીજના ડિરેક્ટર તુષાર સર પણ હાજર હતા. તેમણે મને જોયો પણ તેમના ચહેરા પર નિરાશા હતી કદાચ તેમને જોઇએ એટલું વજન વધ્યું નહોતું. અને મે ફરી વજન વધારવાની શરૂઆત કરી અને બીજું આઠ કિલો વજન વધાર્યું. આમ કુલ મળીને 18 થી 19 કિલો સુધી પહોંચી ગયો હતો. વજન તો વધી ગયું પરંતું આટલું વધેલું વજન જાળવી રાખવું એ પણ મારા માટે પડકારજનક છે. જો કે હું પૂરી કોશિશ કરી રહ્યો છું. અબ્દુલ કરીમ તેલગીના રોલ માટે હું સ્થાનિક વિસ્તારોમાં જઇને એમના બોલચાલની ભાષા અને ઢબ પણ શીખ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button