અયોધ્યા: પીએમ મોદી 30 ડિસેમ્બરના રોજ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. સીએમ યોગી આદિત્યનાથે પીએમની મુલાકાતને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ દરમિયાન તેમણે જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા. સીએમએ કહ્યું હતું કે વડા પ્રધાનના આગમન પર રામ નગરીને એકદમ ભવ્ય રીતે સજાવવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન ખાસ બાબત તો એ છે કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન રામ નગરીને હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ હશે. ત્યારે પીએમના આગમનને લઈને સીએમ યોગીએ સમીક્ષા બેઠકમાં કેટલીક ખાસ સૂચનાઓ આપી હતી જેમકે કે અયોધ્યાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે. જો જરૂરી હોય તો વધારાના નવા સ્વચ્છતા કર્મચારીઓ રાખવામાં આવશે. તેમજ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ડિજિટલ ટૂરિસ્ટ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જ્યારે વડા પ્રધાન આવે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય હોવી જોઈએ, ટ્રાફિક વ્યવસ્થાપન માટે નક્કર એક્શન પ્લાન રેડી હશે, એક પણ મહેમાન કે જનતાને અસુવિધા ન થવી જોઈએ. તેમજ ખાસ તો મહેમાનો અને ભક્તો સાથે સરકારી અને પોલીસ કર્મચારીઓનું વર્તન આદર્શ હોવું જોઈએ.
સીએમ યોગીજી એ ખાસ સૂચના એ આપી હતી કે અયોધ્યાને ત્રેતાયુગમાં જે રીતે રાજ્યોનું વર્ણન છે તે રીતે શણગારવામાં આવે. સમગ્ર અયોધ્યા રામમય થઈ જાય. સ્થાનિક મઠો અને મંદિરોને પણ શણગારવામાં આવશે. તેમજ અયોધ્યામાં થોડા થોડા અંતરે ભજન મંડળીઓ ભજન ગાતી હોય તેમ બેસાડવામાં આવશે.
આ ઉપરાંત વડા પ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને હાઈવેથી નયાઘાટ તરફ આવતા ધરમપથની સજાવટ આકર્ષક રીતે કરવામાં આવશે. એરપોર્ટથી નયાઘાટ સુધીના રસ્તાને ફોર લેન રોડની જેમ આકર્ષક ફૂલોથી શણગારવામાં આવશે. સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. વડા પ્રધાનની જાહેર સભામાં 1.5 થી 2 લાખ નાગરિકો આવવાની સંભાવના છે ત્યારે આ તમામને પીરતી વ્યવસ્થા મળે તેનું ધ્યાન રાખવામાં આવશે.
નોંધનીય છે કે 30 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટના ઉદ્ધઘાટન બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ વડા પ્રધાન હાજર રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને