નેશનલ

બાંકે બિહારી મંદિર માટે આગ્રાના વેપારીએ કહ્યું હું તમામ ખર્ચ ઉઠાવીશ, કોર્ટે કહ્યું વિવાદ જ ખતમ…

પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે મથુરાના વૃંદાવન બાંકે બિહારી ટેમ્પલ કોરિડોર નિર્માણ કેસમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આગ્રાના વેપારી પ્રખર ગર્ગે એક અરજી દાખલ કરીને કહ્યું કે તે પ્રોજેક્ટ માટે 510 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. જેમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયા જમા થશે. તેના પર કોર્ટે સરકારને પૂછ્યું કે તમે મંદિર માટે પૈસા કેમ માંગો છો? શું સરકાર પાસે પૈસાની તંગી છે? જો સરકાર પાસે પૈસાની તંગી ન હોય તો તમામ વિવાદો ઉકેલાઈ જાય છે. તો કોઈ વિવાદ બાકી રહેતો નથી.

નોંધનીય છે કે અત્યાર સુધી મંદિરનું સંચાલન ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ હાલમાં મેનેજમેન્ટ વિવાદ અંગે સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે એક વટહુકમ પ્રમાણે સિવિલ જજ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સેવકોનું કહેવું છે કે સરકારે કોરિડોર બનાવવો જોઈએ અને સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ. તેમને પોતાના પૈસાથી મંદિર બનાવવામાં કોઈ વાંધો નથી. મંદિર એક ખાનગી ટ્રસ્ટ છે. જેમાં અર્પણનો કેટલોક હિસ્સો ટ્રસ્ટ અને કેટલોક હિસ્સો સેવાઓમાં જાય છે. કેટલાક પરિવારો આના પર ટકી રહ્યા છે. સરકારની નજર મંદિરના પૈસા પર છે. તે કોઈ પૈસા ખર્ચવા માંગતી નથી. તે મંદિરના પૈસાથી જ તમામ કામ કરવા માંગે છે, જેનાથી સેંકડો પરિવારોની આજીવિકા બરબાદ થઈ જશે.
ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ડિવિઝન બેંચ અનંત શર્મા અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન જણાવ્યા હતું કે મંદિરના રિનોવેશન માટે સરકારને પૈસા ખર્ચવામાં કોઇ વાંધો ના હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે સેવકો તરફથી કહેવામાં આવ્યું હતું કે સરકાર મંદિરની સુવિધાઓ વધારવા માંગે છે, તેમને કોઈ વાંધો નથી. પરંતુ આ એક ખાનગી મંદિર ટ્રસ્ટ છે. આથી મંદિરને પુરતું ભંડોળ મળતું નથી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ પિટિશન માત્ર તથ્ય પર આધારિત ન હોવી જોઈએ. આવી અરજી ફગાવી દેવી જોઈએ. પિટિશનર એડવોકેટ શ્રેયા ગુપ્તાએ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 25 અને 26માં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ તે અમર્યાદિત નથી. વ્યાજબી હસ્તક્ષેપ કરી શકાય છે. હાલમાં મંદિર વ્યવસ્થાપન માટે કોઈ સમિતિ નથી. સિવિલ જજની દેખરેખ હેઠળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જો કે મંદિરના મેનેજમેન્ટનો વિવાદ મથુરાની સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે.

કોર્ટે કહ્યું હતું કે અમે જાણવા માંગીએ છીએ કે જો મેનેજમેન્ટ અમલમાં આવે છે તો મંદિરનું સંચાલન કોના હાથમાં રહેશે? સેવાઓ, ટ્રસ્ટ કે પછી સરકારના હાથમાં. જો કે સરકાર દ્વારા આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી. એડવોકેટ રાઘવેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે સરકારે સૂચિત યોજનાનો અમલ કરવો જોઈએ. તમામ ખર્ચ પ્રખર ગર્ગ નામના વ્યક્તિ ઉઠાવશે. કોર્ટે કહ્યું હતું કે જો સરકાર મંદિર પાસેથી પૈસા નહીં લે તો સમગ્ર વિવાદ ખતમ થઈ જશે. હવે આ મામલામાં આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button