યુદ્ધ માટે લશ્કરની સજ્જ રાખવાનો અગ્નિપથનો હેતુ: વડા પ્રધાને વિપક્ષની કાઢી ઝાટકણી

દ્રાસ (કારગિલ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના લશ્કર દ્વારા લેવામાં આવેલા આધુનિક સુધારાનો એક દાખલો છે અને વિપક્ષ પર ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ વય યુવાન રાખવાના હેતુ સાથેની યોજનાની ભરતીની પ્રક્રિયામાં રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો.
કારગિલ વિજય દિવસ પર આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે અગ્નિપથ યોજનાનો હેતુ લશ્કરી દળોને યુવાન રાખવાનો છે. અગ્નિપથનો હતું લશ્કરને સતત યુદ્ધ માટે ફિટ રાખવાનો છે. કમનસીબે આવા દેશની સુરક્ષા સાથે સંકળાયેલા સંવેદનશીલ મામલે કેટલાક લોકો પોતાના વ્યકિતગત ફાયદા માટે લશ્કરના સુધારાવાદી પગલાં પર જુઠાણાનું રાજકારણ કરી રહ્યા છે.
વડા પ્રધાને અગ્નિપથ યોજનાને લશ્કરના આવશ્યક સુધારાના દાખલા સમાન ગણાવી હતી.
સશસ્ત્ર દળોને યુવાન બનાવી રાખવા માટે દાયકાઓથી સંસદમાં ચર્ચાઓ થઈ છે અને વિવિધ સમિતિઓ પણ ગઠિત કરવામાં આવી હતી. ભારતીય લશ્કરી જવાનોની સરેરાશ વય દુનિયાની સરેરાશ કરતાં ઘણી વધારે છે અને તે ચિંતાની બાબત છે.
આ પણ વાંચો : કારગિલ વિજય દિવસની ઉજવણીમાં વડા પ્રધાને પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને ત્રાસવાદને વખોડ્યો
આ બાબત અનેક સમિતિના અહેવાલમાં આ પહેલાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના આ વિષય પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આ એ જ લોકો છે જેમણે હજારો કરોડોના કૌભાંડો કરીને લશ્કરને નબળું બનાવી નાખ્યું હતું. આ લોકો એરફોર્સને અદ્યતન ફાઈટર જેટ મળે એવું ઈચ્છતા નહોતા. તેમણે તેજસ ફાઈટર પ્લેનના પ્રોજેક્ટને ડબ્બામાં બંધ કરી નાખવાની તૈયારી કરી નાખી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ એ જ લોકો છે જેઓ વન રેન્ક વન પેન્શન યોજના પર રૂ. 500 કરોડ દાખવીને જુઠાણું ચલાવતા હતા. અમારી સરકારે વન રેન્ક વન પેન્શન યોજના લાગુ કરી છે અને ભૂતપૂર્વ જવાનોને રૂ. 1.25 લાખ કરોડ આપ્યા છે. (પીટીઆઈ)