Pooja Khedkar બાદ વિવાદોમાં ઘેરાયા પૂર્વ આઇએએસ Abhishek Singh,ઉઠયા આ સવાલ
નવી દિલ્હી : દેશમાં આઇએએસ અધિકારીઓ વિવાદમાં આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હવે 2023 બેચના તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર(Pooja khedkar) બાદ હવે પૂર્વ IAS અભિષેક સિંહ (Abhishek Singh)પણ વિવાદોમાં ઘેરાયા છે. તેમની પર નોકરી મેળવવા માટે અન્ય પછાત વર્ગના ક્વોટા અને અપંગતાના લાભોનો કથિત રીતે દુરુપયોગ કરવાનો આરોપ છે. વર્ષ 2011 બેચના પૂર્વ IAS અધિકારી અભિષેક સિંહની નિમણૂક પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.
શું અભિષેક વિકલાંગતા વર્ગ માટે પાત્ર છે ?
IAS ઓફિસર પૂજા ખેડકરની વાઈરલ પોસ્ટ પછી હવે અભિષેક સિંહ માટે સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. યુપીએસસીની PDF મુજબ, અભિષેક સિંહને ખાસ કરીને લોકોમોટર ડિસેબિલિટી (LD) હેઠળ ક્વોટા ફાળવવામાં આવ્યો છે. આનાથી પ્રશ્ન ઊભો થયો છે કે શું અભિષેક સિંહ આ શ્રેણી હેઠળ પાત્ર છે.
શું યુપી સરકારે અભિષેકની હકાલપટ્ટી કરી ?
એક યુઝરે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સિંહને બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે સંસદ સભ્ય બનવામાં સફળ ન થયા બાદ ફરીથી IASમાં જોડાવાના તેમના પ્રયાસ વિશે વાત કરી હતી, પરંતુ યોગી સરકારે તેમને તેના બદલે રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. આ વિવાદને કારણે યુપીએસસીની નિમણૂકોમાં પારદર્શિતાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
Also Read –