નેશનલ

પહલગામ હુમલા પછી ફરી કાશ્મીરમાં આતંકી હુમલો થઈ શકે, એજન્સી એલર્ટ

હુમલાનો બદલોઃ ભારતના સંભવિત એટેકને લઈ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બોલાવી બેઠક

શ્રીનગર/નવી દિલ્હી/ન્યૂ યોર્કઃ પહલગામ હુમલામાંથી હજુ સુધી કાશ્મીર અને ભારત બહાર આવ્યું નથી, ત્યાં ગુપ્તચર એજન્સી દ્વારા પ્રશાસનને એલર્ટ કરવામાં આવી છે. કાશ્મીરના પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછી હવે નેશનલ હાઈ-વેને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરવાની શંકા છે. સુરક્ષા એજન્સીને આતંકવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં અનેક જગ્યાઓનો સફાયો કર્યો છે, ત્યારે આ ઈન્પુટ્સને કારણે પ્રશાસને એલર્ટ રહેવા જણાવ્યું છે. દરમિયાન પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારત તરફથી સંભવિત હુમલાને લઈ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી.

આતંકવાદીઓના ઘરે પણ બુલડોઝર ચલાવવાનું ચાલુ

22 એપ્રિલના પહલગામના હુમલામાં પાકિસ્તાન સમર્થિક આતંકવાદીઓએ 26 પર્યટકની હત્યા કરી હતી. પહલગામના હુમલા પછી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ હુમલો કાશમીરના અનંતનાગ જિલ્લામાં થયો હતો. જિલ્લાના હાઈ-વે અને સંવેદનશીલ વિસ્તારમાં વધુ ચોકી બનાવી છે, જેમાં મુખ્ય પર્યટન સ્થળો પર પર્યટકોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે, જ્યારે સુરક્ષા પણ વધારી છે. આતંકવાદીઓને સમર્થન આપનારા ઘાટીના લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહલગામની ઘટના પછી સેના નિરંતર આતંકવાદીઓ પર ગાળિયો કસી રહી છે. આતંકવાદ વિરોધી અભિયાનની સાથે આતંકવાદીઓના ઘરે પણ બુલ્ડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: યુદ્ધ પહેલા પાકિસ્તાનનું રડવાનું ચાલુ, ભારતના ‘ડબલ એટેક’થી શું હાલ થશે, જાણો?

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈ યુએનએ વ્યક્ત કરી ચિંતા

યુએનએસસીના પ્રમુખે પરમાણુ હથિયાર ધરાવતા દક્ષિણ એશિયાના દેશ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા તનાવને લઈ ચિંતા વ્યક્ત કરતા ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. સુરક્ષા પરિષદની બેઠકમાં પ્રમુખે કહ્યું હતું કે આ બેઠક તણાવ ઘટાડવા અને વિચાર વ્યક્ત કરવા માટે બોલાવી છે. મે મહિના માટે સુરક્ષા પરિષદના પ્રમુખ યુનાનના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દેશના સ્થાયી પ્રતિનિધિ ઈવેન્જેલોસ સેકેરિસે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ચોક્કસ જો કોઈ બેઠક માટે અપીલ કરવામાં આવે તો બેઠકનું આયોજન કરવું જોઈએ, કારણ કે આ બેઠક વિચાર વ્યક્ત કરવાનો અવસર છે અને એનાથી તનાવ ઓછો કરવામાં પણ મદદ મળી શકે છે અને એના પર વિચાર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button