નેશનલ

Baba Ambedkar પર વિપક્ષના હંગામા બાદ પીએમ મોદીએ કોંગ્રેસને આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી : ભારતના બંધારણના ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર(Baba Ambedkar) મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે ડો. આંબેડકરનું જે અપમાન કર્યું છે તેને છુપાવી શકતું નથી. એક વંશના નેતૃત્વમાં પાર્ટીએ ડો. આંબેડકરના વારસાને ભૂંસી નાખવાની ચાલ ચાલી છે.

કોંગ્રેસે ડો. આંબેડકરનો વારસો ભૂંસવાનો પ્રયાસ કર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કોંગ્રેસે ચૂંટણીમાં પંડિત નેહરુને હરાવવા માટે ગંદી યુક્તિ રમી હતી અને તેમની હારને સંસદની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કર્યો. કોંગ્રેસે તેમની તસવીરને સેન્ટ્રલ હોલમાં ગૌરવપૂર્ણ સ્થાન આપવાનો ઇનકાર કર્યો હતો.

કોંગ્રેસ ડરી ગઈ છે હવે તે ડોળ કરે છે

પીએમ મોદીએ કહ્યું, સંસદમાં, ગૃહ પ્રધાન અમિત શાહે ડૉ. આંબેડકરનું અપમાન કરવા અને એસસી/એસટી સમુદાયોની અવગણના કરવાના કોંગ્રેસના કાળા ઈતિહાસનો પર્દાફાશ કર્યો. તેમના દ્વારા રજૂ કરાયેલા તથ્યોથી કોંગ્રેસ ડરી ગઈ છે અને તેથી હવે તે ડોળ કરી રહી છે.

Also Read – One Nation One Election બિલની રજૂઆત વખતે પાટીલ, ગડકરી સહિત…

આંબેડકર પ્રત્યે તમારી લાગણી જણાવો : અમિત શાહ

ઉલ્લેખનીય છે કે, સંસદમાં ગૃહ પ્રધાન અમિત શાહ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પ્રથમ કેબિનેટમાંથી બીઆર આંબેડકરના રાજીનામાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કોંગ્રેસ તરફ ઈશારો કરીને તેમણે પૂછ્યું કે આંબેડકરે દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું કેમ આપ્યું? તેમણે કહ્યું કે, ભલે હવે તમે આંબેડકરનું નામ 100 થી પણ વધારે વખત લો, પણ આંબેડકર પ્રત્યે તમારી લાગણી શું છે તે તો જણાવો ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button