હે બેબી ફિલ્મમાં દર્શકોને પેટ પકડીને હસાવનાર અક્ષયકુમાર અને ફરદીન ખાનની સુપરહિટ જોડી 16 વર્ષ બાદ પરત ફરી રહી છે. વર્ષ 2010થી ફરદીન ખાન જાણે લાપતા થઇ ગયો હોય એમ કોઇ ફિલ્મમાં દેખાયો નથી. જો કે હવે આટલા વર્ષો બાદ તે બોલીવુડમાં પુનરાગમન કરવા જઇ રહ્યો છે. સંજય ગુપ્તાની ‘વિસ્ફોટ’ ફિલ્મથી તે કમબેક કરશે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિસ્ટલ ડિસોઝા, રિતેશ દેશમુખ પણ જોવા મળશે. આ ઉપરાંત તે સંજય લીલા ભણસાલીની હીરામંડીમાં પણ જોવા મળશે.
આ ઉપરાંત વધુ એક પ્રોજેક્ટ માટે ફરદીન અને અક્ષય સાથે આવી રહ્યા છે. 2007માં ‘હે બેબી’ ફિલ્મમાં ચમક્યા બાદ 16 વર્ષ બાદ લોકોને પેટ પકડીને હસાવવા બંને પરત ફરી રહ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન ‘હેપી ભાગ જાયેગી’ ફેમ મુદ્દસર અઝીઝ કરશે. ‘ખેલ ખેલ મેં’ આ મુવીનું ટાઇટલ હશે.
કથિત રીતે આ ફિલ્મની સ્ટોરી 2 મિત્રો પર આધારિત હશે જેઓ વર્ષો બાદ એક ડિનર પર મળે છે. અને એક ગેમમાં એકબીજાના સિક્રેટ્સ રિવીલ કરે છે. જેના કારણે કોમિક સિચ્યુએશન સર્જાય છે. તાપસી પન્નું અને વાણી કપૂર આ ફિલ્મમાં દેખાશે. અક્ષયની મિશન રાણીગંજની રિલીઝ બાદ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ
અભિનેત્રી રેખા આજે 70 વર્ષની થઈ. સુંદર અને જાજરમાન એવી રેખાનો જાદુ આજે પણ એટલો જ ચાલે છે