દિલ્હી એનસીઆર બાદ હવે હિમાચલ પ્રદેશના મંડીમાં Earhquake નો આંચકો

શિમલાઃ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આજે સવારે 8.42 વાગ્યે મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો(Earhquake) આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધવામાં આવી હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી.જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે જાનહાનિ થયાના કોઇ અહેવાલ ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: દિલ્હીમાં ભૂકંપથી લોકોમાં ફફડાટ, પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
મંડી જિલ્લો ભૂકંપ ઝોન-5 હેઠળ આવે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંડી જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મંડી વિસ્તારમાં 31.48 ડિગ્રી અક્ષાંશ અને 76.95 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપ સુંદરનગર વિસ્તારમાં કિઆર્ગી નજીક સાત કિલોમીટરની ઊંડાઇએ આવ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. મંડી જિલ્લો ભૂકંપ ઝોન-5 હેઠળ આવે છે. જે ઊંચા નુકસાનના જોખમવાળો વિસ્તાર ગણાય છે.
20 ફેબ્રુઆરીએ આંદામાન સમુદ્રમાં ભૂકંપ આવ્યો હતો.
આ પૂર્વે 20 ફેબ્રુઆરીએ આંદામાન સમુદ્રમાં ભૂકંપ આવ્યો હતો. જે સવારે લગભગ 8.50 વાગ્યે આંદામાન સમુદ્ર નજીક મલેશિયાના પ્રદેશમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર નીચે 75 કિલોમીટરની ઊંડાઈએ હતું અને 5.57 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. આ ભૂકંપ ખૂબ જ તીવ્ર હતો અને તેના આંચકા અનુભવાયા હતા.