નેશનલ

ચંદ્રયાન, સૂર્યયાન બાદ હવે આવી રહ્યું છે ‘મિશન સમુદ્રયાન’…

ચંદ્રયાન, સૂર્યયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ હવે દેશના વૈજ્ઞાનિકો ‘સમુદ્રયાન’ની તૈયારીઓ કરી રહ્યા છે. મિશન સમુદ્રયાન હેઠળ 3 વૈજ્ઞાનિકોને દરિયાથી 6000 મીટર અંદર મોકલવામાં આવશે. આ માટે વૈજ્ઞાનિકો તરફથી મેડ ઇન ઇન્ડિયા સબમર્સીબલ તૈયાર કરી છે, જેને ‘મત્સ્ય 6000’ નામ આપવામાં આવ્યું છે.

આ સબમર્સીબલને બનાવવામાં નિકેલ, કોબાલ્ટ અને મેંગેનીઝ જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત પહેલા અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ જેવા દેશો જ માનવની ઉપસ્થિતિ સાથેના સબમર્સીબલને દરિયામાં ઉતારવા સફળ થઇ શક્યા છે.


હાલમાં જ ટાઇટન સબમર્સીબલના ડૂબી જવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. મિશન સમુદ્રયાનમાં આવું ન થાય એ માટે રાષ્ટ્રીય મહાસાગર પ્રોદ્યોગિકી સંસ્થાન (NIOT) ના વૈજ્ઞાનિકોએ સબમર્સીબલની ડિઝાઇન, સામગ્રીઓ, પરીક્ષણ, ઓપરેટિંગ પ્રોસીજર પર વિશેષ મહેનત કરી છે.


‘મત્સ્ય 6000’ ને બનાવવામાં 2 વર્ષનો સમય લાગ્યો. હજુ પણ થોડું ઘણું કામ બાકી છે, જે વર્ષ 2024 સુધીમાં પૂરું થઇ જશે. આ પછી બંગાળની ખાડીમાં ચેન્નઇના તટ પર તેનું પ્રથમ પરીક્ષણ થશે. ભૂ-વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે સમુદ્રયાન મિશન હેઠળ તેઓ આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મત્સ્ય સબમર્સિબલનું ટ્રાયલ કરવા જઈ રહ્યા છીએ. આ ટ્રાયલ 500 મીટર ઊંડાણમાં થશે. તેમણે કહ્યું કે આ મિશન વર્ષ 2026 સુધીમાં લોન્ચ કરવામાં આવશે.


‘મત્સ્ય 6000’ સમુદ્રની અંદર નિકલ, કોબાલ્ટ, મેંગેનીઝ, હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ્સ અને ગેસ હાઇડ્રેટ્સની શોધ કરશે. તે ઉપરાંત, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ (જળ-ઉષ્મા) અને કેમોસિન્થેટિક બાયોડાયવર્સિટીની પણ તપાસ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…