દિલ્હીમાં ભારત મંડપમ બાદ બીજું વિશ્વ કક્ષાનું કન્વેન્શન સેન્ટરની યશોભૂમિ તૈયાર
17મીએ વડા પ્રધાન કરશે ઉદ્ધાટન…

નવી દિલ્હી: નવી દિલ્હીમાં જી-20 સમિટ પૂરું થયું અને જી-20માં આવનારા તમામ દેશો તેના બે મોંઢે વખાણ કરી રહ્યા છે. જી-20ની થીમ પણ આપણા ઐતિહાસેક ભારત પર હોવાથી એકદમ પ્રભાવશાળી અને ખૂબજ સુંદર હતી. જો કે જી-20 સમિટ પૂરી થયા બાદ અહીં ફરી આપણને એજ મૂળ સ્થિતીનું મેદાન જોવા મળે છે પરંતુ કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં ભારત મંડપમ કરતા પણ વધારે સારી સુવિધા વાળું વિશ્વ કક્ષાનું સંમેલન કન્વેન્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

યશોભૂમિ વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન હોલમાંથી એક બનશે. અહીં ઘણા મોટા પ્રદર્શનો, મેળાઓ અને પ્રદર્શનોનું આયોજન કરી શકાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 તારીખના રોજ દ્વારકાના સેક્ટર-25માં વર્લ્ડ ક્લાસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી)નું ઉદ્ઘાટન કરશે. દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનને દ્વારકા સેક્ટર-21થી આ કન્વેન્શન સેન્ટર સુધી લંબાવવામાં આવી છે. આ નવા સ્ટેશનનું નામ IICC-દ્વારકા સેક્ટર-25 રાખવામાં આવ્યું છે, આ એક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. મેટ્રો સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે મેટ્રોમાંથી નીચે ઉતર્યા બાદ લોકો સબવે દ્વારા સીધા આ કન્વેન્શન સેન્ટરની અંદર પહોંચી શકશે.

આ પ્રોજેક્ટનો કુલ વિસ્તાર 8.9 લાખ ચોરસ મીટરથી વધુ છે. આ પ્રોજેક્ટ માટે 1.8 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં કન્વેન્શન સેન્ટર સહિતનું બાંધકામ કરવામાં આવ્યું છે. 73 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય ઓડિટોરિયમ, ગ્રાન્ડ બૉલરૂમ અને 13 મીટિંગ રૂમ સહિત 15 કન્વેન્શન રૂમનો સમાવેશ થાય છે. તેમની કુલ ક્ષમતા 11,000 લોકો એક સાથે બેસી શકે છે. ઓડિટોરિયમમાં એક ઓટોમેટિક બેઠક વ્યવસ્થા છે જેમાં વ્યક્તિગત બેઠક વ્યવસ્થા માટે ફ્લોરને સપાટ થઇ જાય અને જો કોઇએ થોડો ઉપર બેસવું હોય તો પણ બેસી શકે છે.
મુખ્ય સભાગૃહ કન્વેન્શન સેન્ટરનો સંપૂર્ણ હોલ છે અને લગભગ 6,000 મહેમાનોની બેઠક ક્ષમતાથી સજ્જ છે. કન્વેન્શન સેન્ટરની બહાર ડેકોરેટિવ લાઇટિંગ માટે દેશનું સૌથી મોટું એલઇડી મીડિયા ફેસડ લગાવવામાં આવ્યું છે. તેની છત પર પાંખડીએની ડિઝાઇન કરવામાં આવી છે. અહી લગભગ 2,500 મહેમાનોને એક સાથે હોસ્ટ કરી શકાશે. આઠ માળમાં ફેલાયેલા 13 મીટિંગ રૂમમાં વિવિધ સ્તરોની વિવિધ બેઠકો યોજી શકાય છે. કન્વેન્શન સેન્ટરના હોલમાં છત તેમજ ફ્લોર ટાઇલ્સની સુંદર ડિઝાઇન કરવામાં આવી છે. તેના કેમ્પસને હાલમાં ભારતીય ગ્રીન બિલ્ડીંગ તરફથી ગ્રીન સિટીઝ પ્લેટિનમ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે.