નેશનલ

સસ્પેન્ડ થયા બાદ અધીર રંજને કાઢ્યો બળાપોઃ જાણો શું કહ્યું…

નવી દિલ્હીઃ લોકસભામાંથી 33 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કૉંગ્રેસના સાંસદ અધીર રંજનનું નામ પણ આજે જોડાયું છે ત્યારે અધીર રંજને ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું હતું કે સત્તાપક્ષને લાગે છે કે તેઓ દંડો બતાવી બધાને ઠંડા કરી દેશે.

તેમણે વધુમાં કહ્યું કે મને નથી લાગતું કે ગૃહમાં કોઈ વિપક્ષી નેતા બાકી છે, હું પણ આ યાદીમાં સામેલ છું. સવારથી અમારી માંગ હતી કે અમારા તમામ સસ્પેન્ડેડ સાંસદોને પુનઃસ્થાપિત કરવામાં આવે અને ગૃહ પ્રધાન અમિત શાહે ટીવી પર બેસીને જે પણ નિવેદનો આપે છે તે ગૃહમાં આવીને આપે અને દેશને માહિતી આપે.


અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સંસદ અને દેશની સુરક્ષા માટે સરકાર શું કરી રહી છે તેની માહિતી આપવામાં આવે, તેવી અમારી માગણી હતી હકીકતમાં શિયાળુ સત્રથી અત્યાર સુધીમાં 47 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં એક રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનનું નામ સામેલ છે. ગુરુવારે (14 ડિસેમ્બર) 13 લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમયે લોકસભા સ્પીકર ઓમ બિરલાનું કહેવું છે કે સાંસદોના સસ્પેન્શનનો સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દા સાથે કોઈ સંબંધ નથી.


પ્લૅકાર્ડ સાથે લોકસભામાં હંગામો મચાવવાને કારણે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, કે. સુરેશ, ટીએમસીના કલ્યાણ બેનર્જી, સૌગત રોય, પ્રતિમા મંડલ, ડીએમકેના એ. રાજા અને આરએસપીના એનકે પ્રેમચંદ્રન સહિત કેટલાક સભ્યોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં દયાનિધિ મારન, અપૂર્વા પોદ્દાર, પ્રસૂન બેનર્જી, મોહમ્મદ વસીર, જી સેલ્વમ, સીએન અન્નાદુરાઈ, ડૉ ટી સુમાથી, કે નવસ્કાની, કે વીરસ્વામી, એનકે પ્રેમચંદ્રન, શતાબ્દી રોય, આસિત કુમાર મલ, કૌશલેન્દ્ર કુમાર, એનટીઓ એન્ટોની, એસ. , તિરુવરુસ્કર (સુ. તિરુનાવુક્કરસર), વિજય બસંત, પ્રતિમા મંડલ, કાકોલી ઘોષ, કે મુરલીધરન, સુનિલ કુમાર મંડલ, એસ રામા લિંગમ, કે સુરેશ, અમર સિંહ, રાજમોહન ઉન્નિતન, ગૌરવ ગોગોઈ અને ટીઆર બાલુ તેમ જ લોકસભામાંથી કે વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત