નેશનલ

વર્ષ પછી સમાજવાદી પાર્ટીના સાસંદ પહોંચ્યા શ્રીરામના શરણે, પાર્ટીમાં નવાજૂનીના એંધાણ?

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (સપા)માં રામ ભક્તિ જાગ્રત થઈ હોય તેવું લાગી રહ્યું છે. રામ નવમીના અયોધ્યાના પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે રામ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતા. આ દરમિયાન સપાના સાંસદે કહ્યું કે, રામ અમારા રોમે રોમમાં વસેલા છે, આપણે હંમેશાં ભગવાન રામને જોયા છે. આપણે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા જિલ્લામાં જન્મ્યા છીએ, પરંતુ અત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, સપા સાંસદને આજે એક વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરે જવાનો સમય મળ્યો? અત્યારે સુધીમાં કરોડો ભારતીય અયોધ્યામાં આવીને રામ મંદિરના દર્શન કરી ચૂક્યા છે, ત્યારે સપા સાંસદને એક વર્ષ પછી શા માટે આવ્યાં છે? શું સમાજવાદી પાર્ટીમાં કઈ નવાજૂની થવાના એંધાણ છે? વાંચો આ અહેવાલ

અખિલેશ શા માટે રામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા?

ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે, સમાજવાદી પાર્ટી એવું રામ મંદિરથી દૂર રહીને તેઓ એક ચોક્કસ વર્ગના લોકોમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યાં છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કારણે કે, સપા સાંસદે એવું પણ કહ્યું કે, થોડા સમયમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા માટે આવવાના છે. અખિલેશ શા માટે રામ મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યાં છે? એવું પણ હોઈ શકે કે, વક્ફ બોર્ડને આપેલું સમર્થન, આરંગઝેબ વિવાદ અને રાણા સાંગાને લઈ રામજીલાલ સુમને કરેવી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમાજવાદી પાર્ટી વિવાદમાં સપડાઈ હતી, જેમાં હવે પાર્ટી હવે આ સ્થિતિમાં સુધાર લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.

આ પણ વાંચો: Video: સમાજવાદી પાર્ટીના સાંસદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા? શું છે મામલો

અખિલેશ અયોધ્યા જઈને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન?

સમાજવાદી પાર્ટી છેલ્લા ઘણા સમયથી હિંદુઓથી દૂર થતી જાય છે. પહેલા સપા સાંસદ રામજી લાલ સુમને રાણા સાંગા વિશે કરેલી અપમાનજનક વાતો અને ઔરંગઝેબ વિવાદ પછી વક્ફ (સંશોધન) બોર્ડ બિલનો વિરોધ જેવા અન્ય ઘણાં મુદ્દાઓ છે જેમાં સમાજવાદી પાર્ટી હિંદુઓના વિરોધમાં જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, સમાજવાદી પાર્ટીએ સામે હરીફમાં માત્ર ભાજપ જ નહીં પરંતુ હવે કોંગ્રેસ પણ હરીફમાં આવશે તેવું લાગી રહ્યું છે. જેથી અખિલેશ યાદવને હવે એકલા હાથે બેતરફી જંગ લડવાની છે, જેથી સમાજવાદી પાર્ટી હવે સમજી ગઈ છે કે ભાજપની જેમ હિંદુ મતદારોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. કદાચ આ જ કારણ છે કે અખિલેશ યાદવ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખૂબ ઝડપી અયોધ્યા પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીને હિન્દુત્વના નામે સંગઠિત થવાની આશા

અખિલેશ યાદવ અને તેની પાર્ટી હવે વધારે મૂંઝવણમાં છે કારણ કે તેની પાર્ટીમાં પણ અનેક યુવા મતદાકો હિંદુ છે. એટલું જ નહીં, અખિલેશના પ્રદેશમાં પણ સૌથી વધારે મતદારો હિંદુ છે. એટલા માટે આગામી ચૂંટણી જીતવા માટે હિંદુઓના મતની પણ જરૂર પડવાની છે. જેથી અખિલેશ અયોધ્યામાં જવાના છે. કદાચ આ જ કારણ છે કે હિન્દુત્વના નામે તેમના સંગઠીત થવાની આશા છે. જે રીતે સમાજવાદી પાર્ટીને રાણા સાંગા, વક્ફ બિલ અને ઔરંગઝેબના મુદ્દા પર મુસ્લિમ સમર્થક તરીકે જોવામાં આવે છે, તે રીતે અવધેશ પ્રસાદને પણ ડર છે કે જો આપણે હિંદુ સમર્થક તરીકે દેખાઈશું નહીં તો આપણો રાજકીય અસર થઈ શકે છે હવે જોવાનું એ રહે છે સમાજવાદી પાર્ટી હિંદુઓનો વિશ્વાસ જીતી શકે છે કે કેમ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button