૭૧ વર્ષ બાદ અવકાશમાં જોવા મળશે અદભૂત નજારો
નાના દૂરબીનથી પણ આ ગ્રહને નિહાળી શકાશે

નાગપુર: ગ્રહ અને તારાની સાથે આપણને ક્યારેક ક્યારેક ધૂમકતેનાં પણ દર્શન થતાં હોય છે. આવો જ એક પ્રસંગ એટલે પોન્સ-બુક્સ ધૂમકેતુ છે. ૨૧મી એપ્રિલના રોજ પશ્ચીમ તરફ ગગનમાં દેવયાની તારાઓનાં જૂથની નજીક આ ધૂમકેતુનાં ઉઘડતી આંખોએ દર્શનનો લ્હાવો માણી શકશો. આ ધૂમકેતુ ૭૧ વર્ષ બાદ પૃથ્વી અને સૂર્યની નજીક દેખાવાનો છે.
ખગોળ અભ્યાસુ પ્રભાકર દોડે આપેલી માહિતી અનુસાર ખગોળશાસ્ત્રી જીન લુઈસ પોન્સ અને ત્યાર પછી વિલિયમ રોબર્ટ બ્રુકને અનુક્રમે ૧૮૧૨ અને ૧૮૮૩માં આ ધૂમકેતુ સાંપડ્યો હતો.
ખગોળશાસ્ત્રીઓએ આપેલી માહિતી અનુસાર જૂન મહિનામાં આ ધૂમકેતુ પૃથ્વીની વધુ નજીક રહેવાનો છે અને તેનું સુંદર સ્વરૂપ નાના દૂરબીનથી નિહાળી શકાશે. હેલી ધૂમકેતુની માફક પોન્સ-બ્રુક્સ ધૂમકેતુની લાંબી પૂંછડીનાં દર્શન રાતના સમયે પશ્ચીમ તરફ કરી શકાશે.
બાવીસમી માર્ચના રોજ તેજસ્વી શુક્ર અને વક્ર શનિ ગ્રહ યુતિ સ્વરૂપમાં ખૂબ નજીક જોવાની તક વહેલી સવારે પૂર્વના આકાશમાં સાંપડશે. વહેલી સવારે સાડાત્રણ વાગ્યે અંતર સૌથી ઓછું હશે. ૨૩મીના રોજ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધુ હોવાથી ચંદ્ર આકારમાં થોડો નાનો લાગશે.
રસપ્રદ નજારાનું અઠવાડિયું
૨૦મી માર્ચના રોજ મહા સમપ્રકાશીય દિવસ હોઇ પૃથ્વીના બંને ગોળાર્ધમાં દિવસ-રાત સમાન હશે. આ દિવસે તે સૂર્ય સાથે પૂર્વ દિશામાં નિશ્ર્ચિત હોય છે. તેને જ વસંતના અંતની મોસમ કહેવાય છે. ૨૧મી સૌર ચૈત્રનો આરંભ થતો હોઇ પર્યાવરણપૂરક એવા વૈશ્ર્વિક દિન તરીકે ઊજવવામાં આવે છે.