RSS પરનો પ્રતિબંધ હટ્યા બાદ જજે આપી પ્રતિક્રિયા, કહ્યું- ભૂલ સમજવામાં 50 વર્ષ લાગ્યા
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી દીધો હતો. વિપક્ષે આ નિર્ણયની ટીકા કરી હતી, તો શાસક પક્ષે તેને વધુ સારો નિર્ણય ગણાવ્યો હતો. હવે આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી છે. ગુરુવારે, હાઈકોર્ટે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકારને તેની ભૂલનો અહેસાસ કરવામાં લગભગ પાંચ દાયકા લાગ્યા. હાઈકોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારને એ સમજવામાં લગભગ પાંચ દાયકા લાગ્યા કે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાઓ’ સરકારી કર્મચારીઓ માટે પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં ખોટી રીતે સામેલ છે.
હાઈકોર્ટની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે ન્યાયમૂર્તિ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ ગજેન્દ્ર સિંહની બેન્ચે કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી પુરુષોત્તમ ગુપ્તાની રિટ પિટિશનનો નિકાલ કર્યો ત્યારે આ ટિપ્પણી કરી4 હતી. ગુપ્તાએ ગયા વર્ષે 19 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) નિયમો તેમજ કેન્દ્રના ઓફિસ મેમોરેન્ડમને પડકારવામાં આવ્યો હતો, જે સરકારી કર્મચારીઓને સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા અટકાવતા હતા.
બેન્ચે કહ્યું હતું કે, “RSS જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંગઠનને દેશના પ્રતિબંધિત સંગઠનોમાં ખોટી રીતે મૂકવામાં આવ્યું હતું એ ભૂલનો અહેસાસ કરવામાં કેન્દ્ર સરકારને લગભગ પાંચ દાયકાનો સમય લાગ્ય.; ” કોર્ટે વધુમાં કહ્યું, ‘આ પ્રતિબંધને કારણે આ પાંચ દાયકામાં ઘણા કેન્દ્ર સરકારના કર્મચારીઓની દેશની સેવા કરવાની આકાંક્ષાઓ ઓછી થઈ ગઈ હતી, જે ત્યારે જ દૂર થઈ જ્યારે તેને આ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી.
બેન્ચે કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ અને ગૃહ મંત્રાલયને તેમની સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર 9 જુલાઈના રોજનું ઑફિસ મેમોરેન્ડમ જાહેરમાં પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેના દ્વારા સરકારી કર્મચારીઓને સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે, એ નિયમ દૂર કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે તમામ સરકારી કર્મચારીઓ અને સામાન્ય લોકો નીતિમાં ફેરફારથી વાકેફ હોય.
Also Read –