48 કલાક બાદ સૂર્યની ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને તેને પોતાનું એક રાશિચક્ર પૂરું કરવામાં એક વર્ષનો સમય લાગે છે. આ જ મહિનામાં 16મી સપ્ટેમ્બરના સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું અને હવે 48 કલાક બાદ એટલે કે 30મી સપ્ટેમ્બરના 2024ના સૂર્ય નક્ષત્ર ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્યના આ નક્ષત્ર ગોચરની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. સૂર્ય શુક્રના નક્ષત્ર પૂર્વા ફાલ્ગુનીમાં પ્રવેશ કરશે અને મજાની વાત તો એ છે કે હાલમાં સમયે શુક્ર ખુદ પોતાના નક્ષત્રમાં બિરાજમાન છે. આમ તો શુક્ર અને સૂર્ય વચ્ચે શત્રુભાવ છે એટલે તેમનું એક જ નક્ષત્રમાં આવવું શુભ ના ગણાય, પણ તેમ છતાં આ સમયગાળો ચાર રાશિના જાતકો માટે એકદમ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે, ચાલો તમને જણાવીએ ભાગ્યશાળી રાશિઓ વિશે…
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે. કરિયરમાં આ રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ નફો થશે. બિઝનેસ એક્સપાન્શન માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે.
આ રાશિના જાતકો માટે શુક્રના નક્ષત્રમાં થઈ રહેલું સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આર્થિક લાભ કરાવશે. આ રાશિના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. કરિયરમાં પ્રગતિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.
કન્યા રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થઈ રહ્યું છે. લાંબા સમયથી અધૂરી રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ રહી છે. જો કોઈ કામમાં અવરોધ આવી રહ્યા હશે તો તે પણ દૂર થઈ રહ્યા છે. વેપારી વર્ગને પણ મનમાન્યો નફો થતાં ખુશીનો પાર નહીં રહે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
આ રાશિના જાતકો માટે પણ હાલમાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ ખુબ સારી છે. આ રાશિના જાતકોને ચારેય બાજુથી લાભ જ લાભ થઈ રહ્યો છે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશોય કરિયરમાં મનગમતી નોકરી, પગાર વગેરે મળશે. જો કોઈ તણાવ અનુભવી રહ્યા હતા તો તે પણ દૂર થશે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થતા મન પ્રસન્ન રહેશે.