100 વર્ષ બાદ બનશે બે દુર્લભ યોગ, ત્રણ રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
હિંદુ ધર્મમાં ઘણા બધા વ્રત તહેવારની ઊજવણી કરવામાં આવે છે અને બધાનું અલગ અલગ મહત્ત્વ હોય છે. માઘ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનાની કૃષ્ણપક્ષની ચોથના દિવસે સંકષ્ટ ચતુર્થી મનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાનો માટે ઉપવાસ રાખે અને એને લંબોદર ચતુર્થી, માઘી ચતુર્થી, તિલકુટા ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે સંકટ ચતુર્થી એકદમ ખાસ છે કારણ કે 100 વર્ષ બાદ આ દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેને કારણે ત્રણ રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે, આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિ અને કયો દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે…
સૌથી પહેલાં તો તમારી જાણ માટે પંચાગ પ્રમાણે આ વર્ષે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી 29મી જાન્યુઆરીના સવારે 6.10 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30મી જાન્યુઆરીના સવારે 8.54 કલાકે પૂરી થઈ રહી છે, જેને કારણે ચતુર્થીનું વ્રત 29મી જાન્યુઆરીના રાખવામાં આવશે. આ વર્ષે 100 વર્ષ બાદ શુભન અને ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે ધન રાશિમાં શુક્ર, મંગળ અને બુધની યુતિ થઈ રહી છે, જેને કારણે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જેને કારણે ત્રણ રાશિઓને વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ…
સંકટ ચતુર્થી પર તુલા રાશિના જાતકોની મનોકામના પૂરી થઈ રહી છે. કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હતો તો પણ એ દૂર થઈ રહી છે. જેને કારણે દરેક કામમાં સફળતા મળી રહી છે. કોઈ નવો વેપાર કે બિઝનેસ શરૂ કરી શકો છો, જેને કારણે સારો એવો નફો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિના લોકો માટે 100 વર્ષ બાદ બની રહેલાં દુર્લભ યોગને કારણે લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ રહી છે. રોકાણ કરવા માટે આ ખરેખર ખૂબ જ સારો સમય રહેશે.
કુંભ રાશિના લોકો માટે આ સંકષ્ટ ચતુર્થી ખાસ ધનલાભ લઈને આવી રહી છે. ઓફિસમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. એકંદરે આ રાશિના લોકો માટે બંને યોગ લાભદાયી સાબિત થવા જઈ રહ્યા છે.