નેશનલ

કેન્દ્રએ અરુણાચલ, નાગાલેન્ડમાં AFSPAને 6 મહિના માટે લંબાવ્યો

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ની માન્યતા 1 ઓક્ટોબરથી આગામી છ મહિના માટે લંબાવવાની કેન્દ્રના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી. AFSPA કાયદો મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત સશસ્ત્ર દળોના જવાનોને “કાયદો અને વ્યવસ્થા જાળવવા” માટે જરૂરી જણાય ત્યારે અશાંતિ ફેલાવતા લોકોની શોધ, ધરપકડ અને જરૂર જણાય તો તેમના પર ગોળીબાર કરવાની વ્યાપક સત્તાઓ પૂરી પાડે છે. આ કાયદાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક જિલ્લાઓ અને પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, AFSPA ઘણા વર્ષોથી અમલમાં છે અને તેની અવધિ સમયાંતરે લંબાવવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 24 માર્ચ, 2023ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન દ્વારા આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 (1958નું 28) ની કલમ-3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કર્યો છે અને આસામ રાજ્યની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના નમસાઈ જિલ્લાના તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓ અને નમસાઈ, મહાદેવપુર અને ચૌખામ પોલીસ સ્ટેશન વિસ્તારોને ‘અશાંત વિસ્તારો’ તરીકે જાહેર કરીને અહીં AFSPA છ મહિના માટે લંબાવ્યો છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ઉપરાંત કેન્દ્ર સરકારે નાગાલેન્ડના આઠ જિલ્લાઓ અને અન્ય પાંચ જિલ્લાના 21 પોલીસ સ્ટેશન વિસ્તારોને છ મહિનાના સમયગાળા માટે “વિક્ષેપગ્રસ્ત વિસ્તારો” તરીકે જાહેર કર્યા છે અને અહીં 1 ઓક્ટોબરથી છ મહિના માટે AFSPA લંબાવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…