નેશનલ

અફઘાનિસ્તાને ભારતીય કંપનીઓને ગોલ્ડ માઈનિંગ સહિતના ક્ષેત્રોમાં રોકાણનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સબંધો મજબૂત બની રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ સોમવારે ભારતને અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ગોલ્ડ માઈનિંગ સહિત નવા ક્ષેત્રોમાં રોકાણ કરતી કંપનીઓને પાંચ વર્ષની કર મુક્તિ આપવા તૈયાર છે.

ભારતીય કંપનીઓ પાસેથી માત્ર 1 ટકા ડ્યુટી વસૂલવામાં આવશે

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અઝીઝીએ એસોચેમ દ્વારા આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્રમાં બોલતા જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેના તણાવ વેપાર મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રોકાણ માટે મશીનરી આયાત કરતી ભારતીય કંપનીઓ પાસેથી માત્ર 1 ટકા ડ્યુટી વસૂલવામાં આવશે.

આપણ વાચો: અફઘાનિસ્તાનમાં ભૂકંપ, ભારત અને પાકિસ્તાન સુધી અસર: 20 લોકોના મોત…

કંપનીઓને ટેરિફ સપોર્ટ અને જમીન આપવામાં આવશે

ભારતની છ દિવસની મુલાકાતે આવેલા અફઘાન મંત્રી અઝીઝીએ રોકાણ માટે આમંત્રણ આપતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અનેક વેપાર સંભાવના છે. તમને ત્યાં ઘણા સ્પર્ધકો નહીં મળે.

તેમણે ઉમેર્યું હતું કે રોકાણ કરતી કંપનીઓને ટેરિફ સપોર્ટ અને જમીન આપવામાં આવશે આ ઉપરાંત વધુમાં નવા ક્ષેત્રોમાં રોકાણ કરતી કંપનીઓને પાંચ વર્ષની કર મુક્તિ મળશે. મંત્રીએ ઉમેર્યું કે જો ભારતીય કંપનીઓ રોકાણ માટે મશીનરી આયાત કરે છે તો તેમની પાસેથી ફક્ત 1 ટકા ટેરિફ વસૂલવામાં આવશે.

આપણ વાચો: દિલ્હી એરપોર્ટ પર એર અફઘાનિસ્તાનની ફ્લાઇટ ખોટા રન-વે પર ઉતરી, ATCએ ગણાવ્યો ‘ચમત્કારિક બચાવ’

દેશમાં રોજગારીનું સર્જન થવું જોઈએ

ગોલ્ડ માઈનિંગ પર ભાર મૂકતા તેમણે કહ્યું, “ગોલ્ડ માઈનિંગ માટે ચોક્કસપણે તકનીકી અને વ્યાવસાયિક ટીમ અથવા વ્યાવસાયિક કંપનીઓની જરૂર પડશે. જોકે, તેમણે શરત મૂકી હતી કે દેશમાં રોજગારીનું સર્જન થવું જોઈએ. અઝીઝીએ ભારતીય પક્ષને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે અવરોધોને દૂર કરવા વિનંતી કરી હતી.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા અપીલ

તેમણે ભારતીય સરકારી અધિકારીઓની હાજરીમાં કહ્યું કે અમે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માંગીએ છીએ. વિઝા, એર કોરિડોર અને બેંકિંગ વ્યવહારો જેવા કેટલાક નાના અવરોધો છે જે આ પ્રક્રિયાને અસર કરે છે. દ્વિપક્ષીય વેપાર અને રોકાણને સુધારવા માટે આનો ઉકેલ લાવવાની જરૂર છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button