નેશનલ

બોલો, પાકિસ્તાન સામે અફઘાનિસ્તાન જીત્યું પણ ડાન્સ કર્યો ઈરફાન પઠાણે

જાણો શું છે મામલો?

ચેન્નઈ: વર્તમાન વન-ડે વર્લ્ડ કપમાં ગઈકાલે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીતની ઉજવણી વખતે મેદાનમાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન સાથે શાનદાર ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી.

અફઘાનિસ્તાને સોમવારે 50 ઓવરની ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ જીત નોંધાવીને દર્શકોને ચોંકાવી દીધા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનની બીજી ઐતિહાસિક જીત હતી.


અફઘાનિસ્તાનની ટીમ જીતની ઉજવણી કરતા મેદાનમાં ચક્કર લગાવી રહી હતી અને પછી રશીદની નજર ઈરફાન પર પડી હતી, જે યજમાન બ્રોડકાસ્ટર માટે કોમેન્ટ્રીમાં વ્યસ્ત હતો. બંને ક્રિકેટરોએ એકબીજાની સામે જોઈને ગળે મળીને પોતાની જીતની ઉજવણી કરતા ડાન્સ કર્યો હતો.


ઈરફાને ઈન્સ્ટાગ્રામ પર અદ્ભુત ક્ષણનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અફઘાનિસ્તાન જીતવા પર પોતાનું વચન પૂરું કરવા વિશે લખ્યું હતું. ઈરફાને લખ્યું હતું કે મેં મારું વચન પૂરું કર્યું હતું. રાશિદ ખાને મને કહ્યું હતું કે અમે ફરીથી મેચ જીતશું તો મેં તેને કહ્યું હતું કે હું ફરીથી ડાન્સ કરીશ.


મેદાન પર શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાને સોમવારે ચેન્નઈમાં પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.


અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પાકિસ્તાન અને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ જીતથી અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાન ચાર પોઈન્ટ અને -0.400ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે.


અફઘાન ટીમ હવે 30 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટકરાશે.

Show More

Related Articles

One Comment

  1. ઈરફાન ખાન નહીં ઇરફાન પઠાણ લખવું જોઈએ. ઈરફાન પઠાણ ઉમદા બોલર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ