નેશનલ

અફઘાનિસ્તાને નેધરલૅન્ડ્સને સાત વિકેટે હરાવ્યું

લખનઊ: અફઘાનિસ્તાને શુક્રવારે નેધરલૅન્ડ્સને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ૩૧.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૮૧ રન કરીને વિજય મેળવ્યો હતો.

અગાઉ, નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ૧૭૯ રન કર્યા હતા. લખનઊના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને ૪૬.૩ ઓવરમાં ૧૭૯ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ તરફથી સાઇબ્રાન્ડ એન્ગેલબ્રેક્સે સૌથી વધુ ૫૮ રન કર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબીએ ત્રણ અને નૂરે બે વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ઓવરના પાંચમા બોલ પર વેસ્લી બેરેસી (૦૧)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ બીજી વિકેટ માટે મેક્સ ઓ’ડાઉડ અને કોલિન એકરમેને ૬૯ રન (૬૩ બોલ)ની ભાગીદારી કરી હતી. જે ટીમની ઇનિંગ્સની સૌથી મોટી ભાગીદારી હતી.

૧૯મી ઓવરમાં કોલિન એકરમેન ૨૯ રન કરીને આઉટ થયો હતો. આ પછી બીજા જ બોલ પર કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ (૦) પેવેલિયન પરત ફર્યો હતો.

ઓપનર અને કેપ્ટન એડવર્ડ્સ બંને રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ટીમના કુલ ચાર બેટ્સમેનોએ રન આઉટ થતા પોતાની વિકેટ ગુમાવી હતી. કેપ્ટનના થોડા સમય બાદ મોહમ્મદ નબી ૨૧મી ઓવરમાં બાસ ડી લીડે (૩) તેનો શિકાર બન્યો હતો. આ રીતે ટીમે ૯૭ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button