નેશનલ

અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી અપસેટ સર્જ્યો

નવી દિલ્હી: અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ૧૩મી વનડે મેચમાં અફઘાનિસ્તાને અપસેટ સર્જયો છે, જેમાં ઇંગ્લેન્ડને ૬૯ રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.

અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો છે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને ૬૯ રને હરાવીને પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. ૪૦.૩ ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઇંગ્લેન્ડ વતીથી હેરી બ્રુકે ૬૧ બોલમાં ૬૬ રને નોંધપાત્ર રન માર્યા હતા, જ્યારે તેના સિવાય ડેવિડ મલને ૩૯ બોલમાં ૩૨ રન, જ્યારે આદિલ રસિદે ૧૩ બોલમાં ૨૦ રન કર્યા હતા.

અફઘાનિસ્તાનના બોરલમાં મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને ૨૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button