કિશોરીઓને બિન-પરંપરાગત નોકરીઓ માટે તાલીમ અપાશે
નવી દિલ્હી: સરકાર ટૂંક સમયમાં 14-18 વર્ષની કિશોરીઓને બિન-પરંપરાગત નોકરીની ભૂમિકામાં સજ્જ કરવા માટે એક યોજના શરૂ કરશે, જેનો હેતુ કામગારોની ફોજમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે, એમ એક ટોચના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અનિલ મલિકે જણાવ્યું હતું કે આ યોજનાનો પાયલોટ આગામી 2-3 અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
આ યોજના, જે પ્રાયોગિક તબક્કામાં 27 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી રહી છે, તે આખરે સમગ્ર દેશમાં 218 જિલ્લાઓને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
બિન-પરંપરાગત કારકિર્દીને સામાન્ય રીતે એવી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે જેમાં ચોક્કસ લિંગના લોકો ‘પુરુષો અથવા સ્ત્રીઓ’ 25 ટકા કરતા ઓછા હોય.
આ પણ વાંચો : સર્વાઇકલ કેન્સરથી બચવા કિશોરીઓ અને કુંવારી દીકરીઓએ ખાસ લેવી આ વેક્સિન
‘ઇન્ટ્રોડક્શન ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ ફોર એમ્પાવરિંગ એડોલસેન્ટ ગર્લ્સ એન્ડ વુમન’ના ભાગરૂપે 14-18 વર્ષની છોકરીઓ જ્યારે તેમનું શિક્ષણ ચાલુ હશે ત્યારે જ તેમને શાળાઓ અને ઘરોની નજીક તાલીમ આપવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવશે.
સેક્રેટરીએ કહ્યું હતું કે પાયલોટ 2-3 અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે જે હેઠળ બિન-પરંપરાગત નોકરીની તાલીમ સાથે ડિજિટલ કૌશલ્ય, ડિજિટલ માર્કેટિંગ અને સામાન્ય વ્યક્તિત્વ વિકાસ પ્રદાન કરવામાં આવશે.
તેઓ આ યોજના અંગે બંને મંત્રાલયોના અધિકારીઓને સંવેદનશીલ બનાવવા માટે આયોજિત વર્કશોપ વખતે ઉપરોક્ત માહિતી આપી હતી. (પીટીઆઈ)