UPSC ટોપર બન્યા આદિત્ય શ્રીવાસ્તવ પરંતું વાયરલ થયા CIDના ઈન્સ્પેક્ટર, જાણો રસપ્રદ કારણ

UPSC સિવિલ સર્વિસિસ 2023નું પરિણામ લાંબા સમય બાદ અંતે જાહેર થઈ ગયું, આ પરીક્ષામાં લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું, તો સોશિયલ મીડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થવા લાગી. ગૂગલ પર પણ માત્ર આદિત્ય શ્રીવાસ્તવ જ સર્ચ કરાયા હતા, જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે સીઆઈડી ટીવી શોના ઈન્સ્પેક્ટર અભિજીત પણ છવાઈ ગયા હતા. ગુગલ સર્ચમાં સોશિયલ મીડિયાથી લઈને આદિત્ય શ્રીવાસ્તવના બદલે અભિજીતનો જલવો જોવા મળ્યો હતો. હવે આવું શા માટે થયું તેનું પણ એક મજેદાર કારણ છે.
હકીકત એ છે કે સીઆઈડી ટીવી શોના ઈન્સ્પેક્ટર અભિજીતનું વાસ્તવિક જીવનમાં નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. તે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા છે. આવી સ્થિતિમાં, આદિત્ય શ્રીવાસ્તવને શોધતા જ તેનું નામ સૌથી પહેલા વિકિપીડિયા પર દેખાય છે અને તેમની સાથે જોડાયેલી બીજી ઘણી લિંક્સ પણ જોવા મળે છે.
જ્યારે UPSC ટોપર આદિત્ય શ્રીવાસ્તવનું નામ સર્ચ કરવામાં આવ્યું ત્યારે સૌથી પહેલા માત્ર CID એક્ટર જ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ માની લીધું કે અભિનેતા UPSC ટોપર છે. પહેલા તો લોકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું, પરંતુ પાછળથી ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા કે આખરે અસલી UPSC ટોપર કોણ છે. આ તમામ મીમ્સ એક-બીજાને ચડી જાય તેવા મનોરંજક છે.
એક વ્યક્તિએ તો એટલા સુધી લખ્યું, કે ‘CID ઇન્સ્પેક્ટરને IASKના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. લાંબી યાત્રા’ આદિત્ય શ્રીવાસ્તવ. અન્ય એક બીજા યુઝરે લખ્યું, ‘આદિત્ય શ્રીવાસ્તવની CID થી UPSC ટોપર સુધીની લાંબી સફર.’ એક વ્યક્તિએ ગૂગલ સર્ચની ઝલક આપતા લખ્યું કે, ‘તેનો જન્મ થયો હતો, CIDને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો, હવે તેણે UPSC પાસ કરી છે, તે સોની ટીવીનો હીરો છે.’ અન્ય વ્યક્તિએ માની જ લીધું કે અભિનેતા આદિત્ય UPSC ટોપર બની ગયો છે, ‘UPSC AIR 1- આદિત્ય શ્રીવાસ્તવ, અભિનેતા IAS બન્યો, શું જર્ની છે.’ હાલ સોશિયલ મીડિયા આવા મીમ્સથી ભરેલું છે.