નેશનલ

Aditya-L1 અને Chandrayaan-2 ઓર્બિટરે Solar Flaresની ઘટના કેપ્ચર કરી, જાણો આ ખગોળીય ઘટના વિષે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના ઘણા ભાગોમાં રાત્રીના સમયે એક અનોખી ખગોળીય ઘટના જોવા મળી રહી છે. રાત્રી દરમિયાન આકાશમાં કલરફૂલ અરોરા લાઇટ(Aurora lights) જોવા મળી રહી છે. આ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે સૂર્યમાંથી શક્તિશાળી સૌર તરંગો(Solar flare)નીકળી રહ્યા છે. અરોરા લાઇટ ભારતમાંથી જોવા મળી ન હતી પણ ISROના અવકાશયાન આદિત્ય-L1 અને ચંદ્રયાન-2ના ઓર્બીટર દ્વારા સૂર્યની સપાટી પર બની રહેલી આ ઘટના કેપ્ચર કરી હતી. જેની માહિતી ISROએ શેર કરી છે.

10મી મેના રોજ સૂર્યની સપાટી પર X8.7 તીવ્રતાનો વિસ્ફોટ હતો. છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત સૂર્યમાંથી આટલા શક્તિશાળી સૌર તરંગો નીકળ્યા હતા. એજ સૂર્યકલંક(Solar spot)માંથી 11 મે અને 13 મે વચ્ચે બે વખત વિસ્ફોટ થયા હતા. ઈસરોના સૂર્યયાન એટલે કે આદિત્ય-એલ1 અવકાશયાને પણ આ સમયગાળા દરમિયાન સૂર્યમાંથી આવતા સૌર તરંગોને ઝીલ્યા હતા.

આ પણ વાંચો : શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે ફરી અફડાતફડીનો દોર

આદિત્ય-L1 એ 11 મેના રોજ થયેલા X5.8 તીવ્રતાના વિસ્ફોટથી નીકળેલા તરંગોને પકડ્યા હતા. ઈસરોના જણાવ્યા અનુસાર, ભારત અને તેની આસપાસના વિસ્તારોને સોલાર વિન્ડની અસર નથી થઈ. મોટાભાગની સમસ્યાઓ અમેરિકન અને પેસિફિક મહાસાગરના ઉપરના વિસ્તારોમાં હતી. ચંદ્રયાન-2એ પણ આ સોલર ફ્લેર નોંધ્યું હતું.

ઈસરોના આ અવલોકનને નાસા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. બીજી તરફ, NOAAના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ 14 મે, 2024ના રોજ સૂર્યમાંથી નીકળતી ખતરનાક સૌર તરંગોનું અવલોકન કર્યું હતું. આવા તરંગો છેલ્લા 50 વર્ષમાં નથી નીકળ્યા આ કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે છે. ખાસ કરીને મેક્સિકો વિસ્તારમાં.

જાણકારોના મત મુજબ તીવ્ર સૌર તરંગોને કારણે, પૃથ્વીના સૂર્યની સામેના ભાગમાં હાઈ ફ્રિકવન્સી રેડિયો સિગ્નલો ખોરવાઈ શકે છે. તીવ્ર સૌર તરંગોને કારણે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પ્રદેશનું વાતાવરણ સુપરચાર્જ થઈ ગયું. જેના કારણે સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં ઘણી જગ્યાએ અરોરા લાઇટ જોવા મળી હતી.

આ દિવસોમાં સૂર્ય ખૂબ જ સક્રિય છે. તેના કારણે જીઓમેગ્નેટિક વેવ્સ નીકળી રહ્યા. જેને વૈજ્ઞાનિક ભાષામાં M-ક્લાસ અને X-ક્લાસના સૌર તરંગો કહેવામાં આવે છે. સૂર્ય આગામી 8 વર્ષ સુધી સમાન રીતે સક્રિય રહેશે એવી શક્યતા છે. જેના કારણે સોલર વિન્ડ સંભાવના રહેશે.

સોલર ફ્લેરમાંથી કોરોનલ માસ ઇજેક્શન થાય છે, એટલે કે સૂર્યની સપાટી પર એક પ્રકારનો વિસ્ફોટ. આ કારણે, એક અબજ ટન ચાર્જ્ડ પાર્ટીકલ્સ કલાકના લાખો કિલોમીટરની ઝડપે અવકાશમાં ફેલાય છે. જ્યારે આ ચાર્જ્ડ પાર્ટીકલ્સ પૃથ્વી પર પહોંચે છે, ત્યારે તેઓ ઘણા સેટેલાઇટ નેટવર્ક્સ, GPS સિસ્ટમ્સ, સેટેલાઇટ ટીવી અને રેડિયો સંચારને વિક્ષેપિત કરે છે.

આ પણ વાંચો : S Jaishankar: પ્રતિબંધો લગાવવાની એમેરિકાની ચેતવણીનો એસ જયશંકરે જવાબ આપ્યો, જાણો શું કહ્યું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો