બહરાઈચમાં વણસેલી પરિસ્થતિને પહોંચી વળવા ખુદ ADG ઉતાર્યા રસ્તા પર: Viral Video
બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Bahraich Violence) દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન થયેલા ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે સવારે આગ લગાવવી, તોડફોડ સહિત ઘણા વિસ્તારોમાં ભારે હિંસા સર્જાય હતી. આ પરિસ્થિતિમાં હવે રાજ્ય સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. હવે એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશે પોતે જ કમાન સંભાળી છે. અમિતાભ યશ હાથમાં પિસ્તોલ લઈને રસ્તા પર આવી ઉતર્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
યુપીના મુખ્ય પ્રધાન યોગીને ઉપદ્રવીઓ સામે કડકાઈથી કામ લેવાનો આદેશ આપ્યો છે. તાજેતરની સ્થિતિના અહેવાલો પણ મંગાવ્યા છે. અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન યોગીએ હત્યાના આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ડીએમ મોનિકા રાનીએ કહ્યું કે અમે સ્થિતિ પર નિયંત્રણના પ્રયાસો કરી રહ્યા છીએ. સોમવારે પોલીસે હિંસામાં માર્યા ગયેલા યુવકના મૃતદેહને લઈ જઈ રહેલી નીકળેલી ભીડને રોકવામાં આવી હતી. ગ્રામજનો લાકડીઓ અને દંડાઓની સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન હિંસક બની જતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના ગોળાઓ છોડવા પડ્યા હતા.
કોણ છે અમિતાભ યશ:
યોગી સરકારે આ વર્ષે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADG), કાયદો અને વ્યવસ્થા (L&O)નો વધારાનો હવાલો અમિતાભ યશને સોંપ્યો હતો. અમિતાભ યશ 1996 બેચના આઈપીએસ અધિકારી છે. અમિતાભ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના છે. અમિતાભ યશે ઘણા એન્કાઉન્ટર કર્યા છે. ચંબલના ડાકુઓમાં પણ તેનો ખોફ વર્તાતો હતો. માફિયા અતીક અહેમદના પુત્ર અને શૂટર વચ્ચેના એન્કાઉન્ટર દરમિયાન અમિતાફ યશ પણ ચર્ચામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich Violence) દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન થયેલા ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે સવારે બહરાઈચમાં ફરી એકવાર આગ લગાવવાના અને તોડફોડની ઘટના બની હતી. જેમાં અનેક દુકાનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. એક બાઇક શોરૂમ અને હોસ્પિટલને આગ લગાડવામાં આવી છે. જ્યારે વાહનોને સળગાવી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દવાઓને પણ સળગાવી દેવામાં આવી છે.