નેશનલ

તેલંગણાની ચૂંટણી પહેલા ભાજપને બાય બાય કહેનારી આ અભિનેત્રી કૉંગ્રેસમાં જોડાઈ

તેલંગણાની ચૂંટણી માટેનું મતદાન 30મી નવેમ્બરે છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જાણીતી તેલુગુ અભિનેત્રી વિજ્યાશાંતિએ ભાજપનો સાથ છોડી કૉંગ્રેસ જોઈન કરી છે. તેણે કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં હૈદરાબાદ ખાતે સત્તાવાર ઘરવાપસી કરી છે. તેમની ફરી પક્ષમાં જોડાયાની ગણતરીની કલાકોમાં તેમને કૉંગ્રેસે કેમ્પેઈન અને પ્લાનિંગ કમિટિનાં ચીફ કૉઓર્ડિનેટર જાહેર કરી દીધા છે.

તેલુગુ ફિલ્મ કર્તવ્યમ માટે નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલી વિજયાશાંતિએ ઈશ્વર, અપરાધી, ગુંડાગર્દી જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મી કરિયર સાથે તેણે 1997માં રાજકારણમાં ઝંપલાવ્યું અને ભાજપમાં જોડાઈ હતી. તે બાદ તેણે તેલંગણા રાષ્ટ્રીય સમિતિ જોઈન કરી અને અલગ તેલંગણાની માગણીને સમર્થન આપ્યું. 2009માં તે લોકસભાની સાંસદ પણ બની. ફરી 2014માં તેણે કૉંગ્રેસ જોઈન કર્યું જ્યારs આંધ્રપ્રદેશ તેલંગણાથી છૂટુ થયું.


જોકે 2020માં તેણે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેલંગણા ચૂંટણીની જાહેરાત બાદ તે ખાસ કોઈ જવાબદારી સંભાળતી ન હતી અને તેણે થોડા દિવસો પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તે ફરી કૉંગ્રેસમાં જોડાઈ છે અને કૉંગ્રેસના પ્રચારની જવાબદારી સંભાળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button