નેશનલ

એક્ટ્રેસ પલ્લવી પાટિલનો આક્ષેપઃ બ્રહ્માકુમારીમા મળેલા અમિત રાઠોડે બેભાન કરીને સેક્સ સંબંધો બાંધીને વીડિયો ઉતાર્યો ને……

આબુઃ ગુજરાતના ભરૂચની રહેવાસી એક્ટ્રેસ પલ્લવી પાટિલના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. તેના આક્ષેપ મુજબ, બ્રહ્માકુમારીમા મળેલા અમિત રાઠોડ નામના યુવકે બેભાન કરીને સેક્સ સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યો હતો. એક્ટ્રેસ અને મોડેલ પલ્લવી પાટીલે જાલોરમાં પત્રકાર પરિષદ યોજીને આબુરોડમાં અમિત રાઠોડ નામના વ્યક્તિ પર તેના શારીરિક શોષણના ગંભીર આક્ષેપો કર્યા હતા.

શું છે સમગ્ર મામલો?

પલ્લવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેની માતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલી હતી. તે પોતે એક્ટ્રેસ અને મોડેલ તરીકે કામ કરતી હતી, પરંતુ આધ્યાત્મિકતા તરફ વળવા માટે તે થોડા વર્ષો પહેલા આબુરોડ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાઈ હતી. અહીં તેની મુલાકાત અમિત રાઠોડ નામના વ્યક્તિ સાથે થઈ હતી. પલ્લવીનો આરોપ છે કે અમિતે તેને કંઈક નશાકારક પદાર્થ પીવડાવીને તેની સાથે શારીરિક શોષણ કર્યું અને તેના વીડિયો બનાવી લીધા હતા. આ વીડિયો અને ફોટોના આધારે સંસ્થાની બહાર એક મકાનમાં તેની સાથે અનેકવાર શોષણ કરવામાં આવ્યું હતું.

પલ્લવીએ જણાવ્યું કે જ્યારે તેણે આ બાબતે બ્રહ્માકુમારી સંસ્થાના અધિકારીઓને ફરિયાદ કરી, ત્યારે તેમણે તેને જ ત્યાંથી કાઢી મૂકી અને હવે અમિત રાઠોડ દ્વારા તેને ધમકી આપવામાં આવી રહી છે. તેણે ભરૂચ પોલીસને પણ ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં તેને સહયોગ મળ્યો નહીં. માનસિક રીતે પરેશાન થઈને તે જાલોર પહોંચી હતી. તેણે કહ્યું કે તે આબુ રોડમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી શકતી હતી, પરંતુ ત્યાં તેને જાનનું જોખમ હોવાથી તેણે જાલોર આવીને આ ખુલાસો કર્યો હતો. હવે તે આ મામલે કાર્યવાહી માટે રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પાસે જશે.

બ્રહ્માકુમારી સંસ્થાએ શું કહ્યું

બીજી તરફ, આબુરોડ બ્રહ્માકુમારી સંસ્થાના પદાધિકારીઓનું કહેવું છે કે જે અમિત રાઠોડ નામના વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે તેની સાથે પલ્લવીના અંગત સંબંધો હતા. જેવી સંસ્થાને આ વાતની જાણ થઈ, તેને અહીંથી મોકલી દેવામાં આવ્યો હતો. સંસ્થાને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button