નેશનલ

રામાયણના નાટક દરમિયાન અભિનેતાએ કર્યું ઘૃણાસ્પદ કૃત્ય, પહેલા પ્રાણીને માર્યું અને પછી ખાધું

ભુવનેશ્વરઃ ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહીંના રલાબા ગામમાં રામાયણના નાટક દરમિયાન બનેલી એક ઘટનાથી બધા ચોંકી ગયા છે. અહીં રામાયણ નાટક ભજવતી વખતે રાક્ષસની ભૂમિકા ભજવનાર 45 વર્ષના એક વ્યક્તિએ સ્ટેજ પર બધાની સામે જે કર્યું તે જોઈને પ્રેક્ષકો ચોંકી ગયા હતા. આ થિયેટર એક્ટર નાટકમાં રાક્ષસનું પાત્ર ભજવી રહ્યો હતો. તેણે સ્ટેજ પર જ જીવતા ડુક્કરનું પેટ ફાડી નાખ્યું અને તેનું માંસ ખાવાનું શરૂ કર્યું.

રાક્ષસની ભૂમિકા ભજવતા 45 વર્ષીય થિયેટર અભિનેતાની ઓળખ બિમ્બાધર ગૌડા તરીકે થઇ છે. ગૌડા તેમજ કાર્યક્રમના એક આયોજકની પણ પ્રાણી ક્રૂરતા અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘન બદલ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ગૌડા વિરુદ્ધ વિરોધ દરમિયાન ડુક્કરને મારવા અને તેનું માંસ ખાવાનો કેસ નોંધ્યો છે.

આ ઘટનાથી રાજ્યવ્યાપી આક્રોશ ફેલાયો હતો અને સોમવારે વિધાનસભામાં તેની નિંદા કરવામાં આવી હતી. એનિમલ રાઇટ્સ એડવોકેટ્સ અને રાજકીય વ્યક્તિઓએ પણ આ ભયાનક ઘટનાની ટીકા કરી છે.

આ પણ વાંચો…ISRO ચીફ સોમનાથે ‘Gaganyaan’ મિશનને લઈને આપ્યા મોટા સમાચાર

મળતી માહિતી મુજબ આ ઘટના રામાયણના નાટક દરમિયાન બની હતી. રાક્ષસોની ક્રૂરતા બતાવવા માટે કલાકારોએ આ પગલું ભર્યું હતું. જો કે, આવા પ્રદર્શનથી લોકો ચોંકી ગયા હતા અને નાટકના નામે આવા કૃત્ય સામે પ્રશ્નો ઉભા થયા હતા. આ ઘટના દરમિયાન માત્ર ભૂંડ જ નહીં પરંતુ કેટલાક સાપ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ બધું સેંકડો દર્શકોની સામે થયું હતું, પરંતુ કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. ત્યાં હાજર લોકો આ ડ્રામા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ કોઈએ કલાકારોને અટકાવવાની હિંમત નહોતી કરી.

સત્તાવાળાઓ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button