મુંબઈમાં હિંદુજા ગ્રૂપની કંપની સામે કાર્યવાહી
નવી દિલ્હી: આવકવેરા વિભાગે બુધવારે હિંદુજા જૂથની એક કંપની હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સમાં સરવે કાર્યવાહી હાથ ધરી હતી. હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સની મુંબઈ અને કેટલાક અન્ય શહેરમાં સ્થિત ઓફિસમાં કરચોરી તપાસના ભાગરૂપે સરવે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરવે કાર્યવાહી ફક્ત કંપનીની ઓફિસમાં હાથ ધરી શકાય છે, તેવું સરવે કાર્યવાહી સંબંધી ઈન્કમટેક્સનો કાયદો કહે છે. જનરલ એન્ટી-અવોઈડન્સ રુલ્સ (જીએએઆર)ની જોગવાઈઓ સંબંધમાં આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે, તેવું ોતોએ જણાવ્યું હતું.
હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સ (એચજીએસ) ક્ધસલ્ટન્સી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આઈટી સિસ્ટમ્સ ઈન્ટિગ્રેશન સહિતની કામગીરી ગ્રાહકો માટે કરે છે. ઈન્ડસઈન્ડ બૅંક, હિંદુજા લેલેન્ડ ફાઈનાન્સ અને હિંદુજા બૅંક હિંદુજા જૂથની કંપની છે.